મેઘાનું રોદ્ર સ્વરૂપ / ઉમરપાડામાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ ધોવાયા

ભારે વરસાદના પગલે રસ્તાઓ ધોવાઈ ગયા છે
ભારે વરસાદના પગલે રસ્તાઓ ધોવાઈ ગયા છે

  • ઉમરપાડા બજારના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા
  • તળાવ, ચેકડેમો વરસાદી પાણીથી ઉભરાઈ ગયા છે

Divyabhaskar.com

Sep 11, 2019, 05:27 PM IST

સુરતઃ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે 12થી 4 કલાક સુધીમાં ઉમરપાડામાં 4 ઈચં જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે ઉમરપાડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ધોધમાર વરસાદના પગલે ઉમરપાડાના અનેક વિસ્તારોના રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નાના ચેકડેમો, કોઝ વે ઓવરફ્લો

સુરત જિલ્લાના ઉમરપાડામાં એક દિવસ પહેલાં 16 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે આજે બપોરથી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં 12થી 4 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ ખાબકતા ચો તરફ પાણી પાણી થઈ ગયું છે. ઉમરપાડામાં 4 ઈંચ વરસાદ વરસતા તળાવ, ચેકડેમો વરસાદી પાણીથી ઉભરાયા છે. તેમજ કેટલાક નાના ચેકડેમો, કોઝ વે ઓવરફ્લો થયા છે. ઉમરપાડા બજારના મુખ્ય માર્ગ પર પર પાણી ફરી વળ્યા છે.

અત્યાર સુધીમાં સવાસો ઈંચથી વધુ વરસાદ નોંધાયો

અનેક કોઝવે પૂરના પાણીમાં ધોવાણ થયા હતા અને રસ્તા પણ તૂંટી જતાં વાહન વ્યવહાર પર માઠી અસર થઈ હોવાનું જાણવા મળે છે. ઉપરાંત નવાચક્રા ગામે ચેકડેમ ધોવાયો હતો. મેઘરાજાની ઉમરપાડા તાલુકામાં ચાલુ સિઝનમાં મહેર રહી છે. અત્યાર સુધીમાં સવાસો ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ધોધમાર વરસાદ પડતાં તાલુકાના તમામ નદીનાળા બે કાંઠે થઈ ગાંડાતૂર બન્યા છે. વરસાદી પાણીના કારણે તાલુકાનાં અનેક કોઝવે ધોવાઈ ગયા છે.

સુરત જિલ્લાના વરસાદના આંકડા

સુરત સિટી 4 મિમિ
ઉમરપાડા 98 મિમિ
માંડવી 10 મિમિ
ચોર્યાસી 9 મિમિ
ઓલપાડ 9 મિમિ
માંગરોળ 8 મિમિ
પલસાણા 6 મિમિ
બારડોલી 5 મિમિ
કામરેજ 4 મિમિ

X
ભારે વરસાદના પગલે રસ્તાઓ ધોવાઈ ગયા છેભારે વરસાદના પગલે રસ્તાઓ ધોવાઈ ગયા છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી