ડાયરો / નવસારીમાં લોકગાયિકા અલ્પા પટેલના ભજનો પર રૂપિયાનો વરસાદ થયો

અલ્પા પટેલના ડાયરામાં નાના બાળકોથી લઈને મોટેરાંઓએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો.

  • ખોડિયાર માતાના મંદિરના લાભાર્થે ડાયરો યોજાયેલો
  • 25 લાખથી વધુ રૂપિયાનું દાન એક જ રાતમાં એકઠું થયું

Divyabhaskar.com

Jan 22, 2020, 05:41 PM IST

સુરતઃનવસારીમાં ખોડિયાર માતાના મંદિરની 15મી સાલગીરી નિમિતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકગાયિકા અલ્પા પટેલ દ્વારા ભજનની સરવાણીમાં લોકોએ લાખો રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. નાના બાળકોથી લઈને વૃધ્ધો સુધીના લોકોએ 10 રૂપિયાથી લઈને 2 હજાર સુધીની ચલણી નોટો ગાયિકા પર વરસાવી હતી.

મોટી સંખ્યામાં લોકો ઉમટેલા

કછોલીમાં ખોડિયાર માતાના મંદિરના લાભાર્થે યોજાયેલા અલ્પા પટેલના ડાયરામાં મોટી સંખ્યામાં આસપાસથી લોકો ઉમટી પડ્યાં હતાં. અલ્પા પટેલના ભજનો પર લોકો રીતસર ઝૂમી ઉઠ્યાં હતાં અને દરેક ભજનો પર ભારતીય ચલણની નોટો ઉડાવી હતી. મંદિરના લાભાર્થે યોજાયેલા આ ડાયરામાં લગભગ 25 લાખ રૂપિયાનું દાન એકત્ર કરવામાં આવ્યું હતું.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી