સિવિલ વિવાદ / સુરતની સિવિલમાં અમદાવાદની જેમ કેસ પેપર માટે હવે 10ને બદલે રૂ. 5 લેવાશે

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

Divyabhaskar.com

Jul 22, 2019, 01:48 AM IST

સુરતઃ નવી સિવિલમાં અમદાવાદની સરખામણીમાં કેસ પેપર માટે બમણા રૂપિયા વસૂલી સુરતના ગરીબ દર્દીઓ સાથે અન્યાય થતો હોવાના અહેવાલો બાદ સિવિલના તંત્ર દ્વારા કેસ પેપરના દરમાં ઘટાડો કરી રૂ.5 વસૂલવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સોમવારથી અમલમાં આવી જશે. જેથી ગરીબ દર્દીઓને રાહત થશે. અમદાવાદ સિવિલમાં દર્દીને માત્ર રૂ.5માં કેસ બુક કાઢી આપવામાં આવે છે. જ્યારે સુરત સિવિલમાં રૂ.10 વસૂલવા છતાં માત્ર સિંગલ કેસ પેપર અપાતો હતો. જે અંગે દર્દી સેવા સમિતિ દ્વારા રજૂઆત પણ કરાઈ હતી. સુરતના ગરીબ દર્દીઓ સાથે થતા આ અન્યાય બાબતે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આરોગ્ય મંત્રી દ્વારા આ બાબતે ગંભીર નોંધ લેવામાં આવી હતી અને કેસ પેપર માટે વસૂલવામાં આવતા બમણા નાણાં બાબતે અહેવાલ મંગાવાયો હતો અને અમદાવાદની જેમ જ સુરતમાં પણ કેસ પેપર માટે રૂ.5 જ વસૂલવા સૂચના અપાઈ હતી. જે બાબતે સિવિલની રોગી કલ્યાણ સમિતિની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક મળી હતી. જેમાં સોમવારથી કેસ પેપરનો દર ઘટાડીને રૂ.5 વસૂલવાનું નક્કી કરાયું છે.

2012 થી કેસ પેપરના રૂ.10 કરાયા હતા
વર્ષ 2012માં રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી હતી. જેમાં સારવારના દરોમાં વધારો કરાયો હતો. આ વધારાની સાથે જ કેસ પેપરના દરમાં પણ રૂ.5 થી વધારી રૂ.10 કરાયા હતા. 3 દિવસ પહેલા રોગી કલ્યાણ સમિતિની મીટિંગ થઈ હતી. જેમાં કેસ પેપરનો ચાર્જ રૂ.10 થી ઘટાડીને રૂ.5 કરવાનો નિર્ણય લેવાયો છે. સોમવારથી આ ઘટાડો લાગુ કરી દેવાશે. - ડો.ગણેશ ગોવેકર, ઈનચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ, નવી સિવિલ

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી