તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હનીમુન પર થયેલો ખર્ચના બે લાખ ઉપરાંત દહેજ પેટે 30 લાખ ન આપતાં પરિણીતાને કાઢી મૂકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પહેરેલા કપડે પરિણીતાને કાઢી મૂકાઈ હતી

સુરતઃહનીપુર પર થયેલા ખર્ચના બે લાખ રૂપિયા ઉપરાંત દહેજના 30 લાખ રૂપિયા નહીં આપનાર પરિણીતાને સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મુકતા પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સાસરિયા વિરૂધ્ધ ફરિયાદ આપી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરવત પાટિયા પાસે રહેતી દીપીકા(નામ બદલેલ છે)ના લગ્ન ફેબ્રુઆરી 2018ના રોજ અલથાણ કેનાલ રોડ પર સફલ બંગલોમાં રહેતા જીગર લક્ષ્મણ પવાર સાથે થયા હતા. જીગરના પરિવારની ટ્રાંસપોર્ટની કંપની છે.લગ્ન સમયે દહેજ પેટે 11 લાખ રૂપિયા અને સોનાના ઘરેણાં આપ્યા હતા. છતા દીપીકાનો પતિ જીગર,સસરા લક્ષ્મણ,સાસુ વંદના,નણંદ સારીકા અને નંદોઈ સુભાષ દહેજ માટે દીપીકાને ત્રાસ આપતા હતા. લગ્ન બાદ હનીમુન પર ગયા ત્યારે આશરે 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તે પણ દીપીકાના સાસરિયાઓ દીપીકાને તેના પિતા પાસેથી લાવવા માટે કહેતા હતા. ઉપરાંત બીજા ત્રીસ લાખ રૂપિયા માંગતા હતા. એ રૂપિયાથી જીગરને તેમની ટ્રાંસપોર્ટ કંપની માટે ઓફિસ બનાવવાની હતી. 2018ની દિવાળી પર દીપીકાને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. દીપીકાએ પતિ સહિત તમામ સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.