તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓલપાડના સરસ ગામે જીંગા તળાવ ન તોડવા સરપંચ વતી 25હજારની લાંચ લેતા એક ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંચ લેતા ખાનગી વ્યક્તિ તરીકે  બ્રિજેશભાઈ નગીનભાઈ પટેલને ઝડપી લેવાયો હતો. - Divya Bhaskar
લાંચ લેતા ખાનગી વ્યક્તિ તરીકે બ્રિજેશભાઈ નગીનભાઈ પટેલને ઝડપી લેવાયો હતો.
  • એસીબીએ છટકું ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો
  • લાંચની માંગ કરી તળાવ તોડવાની ધમકી આપેલી

સુરતઃઓલપાડ તાલુકાના સરસ ગામે ગેરકાયદેસર જીંગા તળાવ ન તોડવાના બદલામાં સરપંત દ્વારા 25 હજારની રકમ માંગવામાં આવી હતી. આ રકમ ફરિયાદી દ્વારા ન આપવી હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવીને રૂપિયા સાથે એક ખાનગી વ્યક્તિને રંગે હાથ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ચાની દુકાને લીધા રૂપિયા
સરસ ગામે ફરિયાદીનું ગેરકાયદે જીંગા તળાવ આવેલું છે. આ જીંગા તળાવ સરસ ગામના સરપંતના પતિ થતા હોય ફરીનું જીંગા તળાવ તોડી નહીં પાડવા અને ચાલવા દેવાના અવેજ પેટે સરપંચ વતી રૂપિયા 25 હજારની લાંચની ફરીયાદી પાસે માંગણી કરી હતી.માંગણી મુજબની લાંચની રકમ ન આપે તો જીંગા તળાવ તોડી નાખવાની ધમકી આપી હતી. પરંતુ આ કામના ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતાં જેથી એસીબી ઓફિસનો સંપર્ક કર્યો હતો.છટકા મુજબની ચાની દુકાન પર ખાનગી વ્યક્તિ બ્રિજેશભાઈ નગીનભાઈ પટલ શિવશક્તિ ટી સ્ટોલ પાસે રૂપિયા લેવા આવતાં એસીબીએ રંગેહાથ તેને ઝડપી લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.