તું મારી સાથે પ્રેમ સંબંધ રાખશે તો તારા પતિનું દેવું ચૂકવી દઈશ કહી છેડતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પુણા વિસ્તારમાં રહેતી પરિણીતાની યુવકે છેડતી કરતાં ફરિયાદ
  • યુવકના મિત્રએ પરિણીતાના પતિને મારી નાખવાની ધમકી આપી

સુરતઃપુણા વિસ્તારમાં રહેતી પરિણીતાની તેના જુનો પડોસીએ છેડતી કરી છે. પડોસીએ પરિણીતાને કહ્યું કે તો જે તેની સાથે પ્રેમ સંબંધ રાખશે તો તેના પતિનું તમામ દેવું ચૂકવી દેશે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વેલંજા વિસ્તારમાં રહેતી 26 વર્ષિય ભાવિકા( નામ બદલ્યું છે) હાઉસ વાઇફ છે. ભાવિકા પહેલા બીજા વિસ્તારમાં રહેતી હતી. ત્યારે તેમની બાજુમાં મનીષ મેર રહેતો હતો. મનીષનો દુધનો વ્યવસાય હતો. 20 તારીખે મનીષે ભાવિકાને રૂબરૂ મળીને કહ્યું કે જો તે તેની સાથે પ્રેમ સંબંધ રાખશે તો તેના પતિનું દેવુ ચૂકવી દેશે. ત્યાર બાદ ફોન કરીને હેરાન કરતો હતો. ફોન કરીને મળવાનું કહેતો હતો. ભાવિકાએ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. બે દિવસ પહેલા શની પ્રજાપતિ નામનો યુવક ભાવિકાના ઘરે ગયો હતો. શનિએ ધમકી આપી હતી કે જો પોલીસ મથકમાં ફરિયાદ કરી તો તેના પતિને જાનથી મારી નાખશે. ભાવિકાએ સોમવારે મનીષ મેર અને શનિ પ્રજાપતિ વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જોકે પોલીસે એક પણ આરોપીની ધરપકડ કરી નથી.
 

અન્ય સમાચારો પણ છે...