તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થી પાસે લાઇસન્સ ન હશે તો વાલીને ત્રણ વર્ષની જેલ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ વિભાગ દ્વારા અભિયાન બાદ પણ વાલીઓમાં જાગૃતિના અભાવે વિદ્યાર્થીઓ આ રીતે હેલમેટ વિના વાહન ચલાવે છે - Divya Bhaskar
પોલીસ વિભાગ દ્વારા અભિયાન બાદ પણ વાલીઓમાં જાગૃતિના અભાવે વિદ્યાર્થીઓ આ રીતે હેલમેટ વિના વાહન ચલાવે છે
  • હેલમેટ વિના વાહન સાથે શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક પોલીસ તો રોગચાળો અટકાવવા મનપા આજથી કડક કાર્યવાહી કરશે
  • આજથી પોલીસનું હેલમેટ-લાઇસન્સ વિનાના વિદ્યાર્થીઓને પકડવાનું અભિયાન

સુરતઃ વાલીઓ તમારા બાળક પાસે લાયસન્સ ના હોય તો તેને વાહન આપતા નહીં. કારણ કે, આજથી ટ્રાફિક પોલીસ હેલમેટ અને લાયસન્સ વિના વાહન લઇ શાળાએ જનારા વિદ્યાર્થીઓને પકડવાનું અભિયાન શરૂ કરશે.  આવા વિદ્યાર્થીઓના વાલીઓને જેલ જવાનો વારો આવશે. શહેર નાયબ પોલીસ કમિશન પ્રશાંત દુબેએ જણાવ્યું કે, વિદ્યાર્થી પાસે લાયસન્સ નહીં હશે તો પછી વાલી કે વાહનો માલિક જવાબદાર ગણાશે. આ સાથે વાલીને ત્રણ વર્ષની જેલ માટે કોર્ટને અને આરટીઓને રૂ. 25,000નો દંડ કરવા માટે ભલામણ કરાશે. આરટીઓને એ પણ ભલામણ કરાશે કે 25 વર્ષ સુધી વિદ્યાર્થીનું લાયસન્સ નહીં નીકળી શકે. 

કોલેજમાં છાત્રોને  હેલ્મેટ પહેરવાના પાઠ, ગેટ બહાર બોર્ડ મૂકાશ
વીએનએસજીયુનીની કોલેજના પ્રિન્સિપાલ એસોસિએશને આચાર્યોને આદેશ કર્યો છે કે, કોલેજોના પ્રવેશ દ્વાર પર વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરીને આવે, તેવું સૂચન બોર્ડ લગાડવું. આ સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે આચાર્યોએ વિદ્યાર્થીઓને નવા ટ્રાફિકના કાયદાની જાણકારી આપવી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો