તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી દુર્ઘટનાથી જો આયોજન રદ થાય તો તેની સામે રક્ષણ મેળવવા નવરાત્રિના આયોજકે રૂ. 13 કરોડનો વીમો લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રિનું આયોજન કરનારાએ લીધો મોઁઘો વીમો - Divya Bhaskar
નવરાત્રિનું આયોજન કરનારાએ લીધો મોઁઘો વીમો
  • સૌ પ્રથમ વખત નવરાત્રિમાં મોંઘો વીમો લીધો, એક આયોજકે 9.5 કરોડનો વીમો ઉતરાવ્યો

સુરતઃ શહેરમાં વેસુ, પીપલોદ, અડાજણ, વરાછા સહિત કુલ એક ડઝનથી વધુ આયોજકો દ્વારા કરોડોના ખર્ચે નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે. શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે નવરાત્રિનાં  આયોજકોએ લાખોનાં રૂપિયાનું પ્રિમિયમ ભરીને ઇવેન્ટ માટે વીમો ઉતરાવ્યું છે. મોટી ઘટના કે આફતના કારણે નવરાત્રિ રદ્દ થાય તો તેના નુકશાનથી બચવા રૂ.13 કરોડનો વીમો ઉતારવવામાં આવ્યો છે. આ ઉપરાંત સંચાલકોઍ કાર્યક્રમ સ્થળ, સાધનો, કલાકારો, ખેલૈયાઓ  અને દર્શકોને પણ વીમા સુરક્ષાથી આવરી લીધા છે. હજુ પણ વરસાદ થંભવાનો નામ લઈ રહ્યો નથી. એવામાં આ વખતે વિવિધ મોટા ગ્રાઉન્ડ પર ડોમ તૈયાર કરીને નવરાત્રિ યોજાનારી છે. સરસાણામાં ગરબાનું આયોજન કરનાર જી૯ તથા ક્રિષ્ણા ઇવેન્ટ દ્વારા લાખો રૂપિયાનું પ્રિમિયમ ભરીને 9.5 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. સી.બી. પટેલ ગ્રાઉન્ડ પર નવરાત્રીના આયોજકોએ રૂ.13 કરોડનો વીમો લીધો છે.

ખેલૈયા માટે દસ લાખનો વીમો લીધો
વીમો ઉતરાવનારા ટોરીન વેલ્ટ મેનેજમેન્ટના જિગ્નેશ માધવાનીના જણાવ્યાનુસાર, નવરાત્રિમાં સાધનો સાથે માનવ જીવન સુરક્ષા પણ જરૂરી છે. આયોજકોએ સાધનો ઉપરાંત ખેલૈયાઓે અને દર્શકોનો પણ વીમો લઈ તેની માટે પ્રિમિયમ ભર્યું છે. નવરાત્રિના ખૈલૈયાઓ માટે રૂ.10 લાખનો વીમો લેવામાં આવ્યો છે. દર્શકોનો1 લાખનો વીમો લીધો છે.  

9 દિવસમાંથી 3 દિવસ નવરાત્રિ આયોજન પછી પ્રોગામ રદ થાય તો પણ વીમાનો લાભ
ટોરીન વેલ્ટ મેનેજમેન્ટના જિગ્નેશ માધવાણીએ જણાવ્યું કે, અત્યાર સુધી નવરાત્રિ માટે પ્રથમ કંઈક આવા પ્રકારનો વીમો ઉતરાવાયો છે. ધારો કે કોઇ સંસ્થા દ્વારા 5 દિવસની ક્રિકેટ મેચ યોજાય અને તેનો વીમો ઉતરાવે તો મેચમાં બોલર પ્રથમ બોલ ફેંકે એટલે વીમા પેટે લીધેલાં જોખમની જવાબદારી પૂર્ણ થઈ જાય છે. અહીં એવું નથી. નવરાત્રિના 9 દી’ માટે દિવસ પ્રમાણે વીમાનો લાભ જોખમ માટે મળશે. ઉદા. તરીકે  નવરાત્રિના ચોથા દિવસે રોગચાળા કે તોફાનથી આયોજન રદ થાય તો બાકીના દિવસો સામે વીમો મળશે. વીમાનું શરતોમાં આવું પ્રથમ વખત થઈ રહ્યું છે. વીમાની શરતમા પીએમ, સીએમ કે કલેક્ટર કોઈ કારણથી કાર્યક્રમ બંધ કરવાની સૂચના આપે અથવા યુધ્ધની સ્થિતિમાં કાર્યક્રમ બંધ થાય તો તે સ્થિતિને વીમામાં સાથે સાંકળી લેવાઇ છે.