સુરત / ‘5 મિનિટમાં પહોંચુ છું’ માતાને કહ્યું ને દીકરાની લાશ ઘરે આવી

'I am reaching in 5 minutes' , and the son's dead body came home

  • અડાજણમાં વાહન અડફેટેમાં ધો.10ના છાત્રનું મોત
  • 108 સમયે આવી હોત તો આર્યન બચ્યો હોત : પરિવાર

Divyabhaskar.com

Jun 12, 2019, 11:39 PM IST

સુરત: અડાજણ ગૌરવપથ પર અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા મોપેડ સવાર ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ સમયસર પહોંચી ન હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.

અડાજણ હનીપાર્ક રોડ ગોવિંદધામ રો-હાઉસ ખાતે રહેતા શોભીતકુમાર ભુવનેશ્વર દાસ પ્રોપર્ટી કન્સલટન્ટનું કામકાજ કરે છે. તેમનો પુત્ર આર્યન(14) ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. મંગળવારે સાંજે આર્યન ઘરેથી મોપેડ પર ટ્યુશન ગયો હતો. ટ્યુશનેથી તે ઘરે જવા માટે નીકળ્યો હતો.

દરમિયાન કોઈક કામથી તે અડાજણ ગૌરવપથ રોડ હરીઓમ પાર્ટી પ્લોટ બાગબાન સર્કલ પાસેથી પસાર થતો હતો. ત્યારે કોઈક અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટમાં લઈ લીધો હતો અને નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા આર્યનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે અડાજણ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આર્યનના પિતા શોભીતકુમારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અકસ્માત થયો તેની પાંચ મિનીટ પહેલા તેની માતાએ તેને ફોન કર્યો હતો. તેણે પાંચ મિનીટમાં પહોંચુ છુ તેવું કહ્યું હતું. પણ પાંચ મિનીટ બાદ પણ તે ન પહોંચતા ફરીથી કોલ કર્યો હતો. ત્યારે કોઈક રાહદારીએ અકસ્માત થયો હોવાની જાણ કરી હતી. જેથી તેઓ અકસ્માતના સ્થળે દોડી ગયા હતા.

108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હોવા છતાં 20 થી 25 મિનીટ સુધી એમ્બ્યુલન્સ ન પહોંચતા ત્યાંથી પસાર થતા એક કાર ચાલકે આર્યનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પણ ત્યાં સુધીમાં આર્યનનું મોત થયું હતું. લોકો પણ આર્યનને સારવાર માટે લઈ જવા મદદ કરવાની જગ્યાએ મોબાઇલમાં ફોટો અને વીડિયો ઉતારતા હતા જો લોકોએ પણ મદદ કરી હોત તો અમારો દિકરો બચી ગયો હોત તેવું તેમણે જણાવ્યું હતું.

X
'I am reaching in 5 minutes' , and the son's dead body came home
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી