• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Honoring Those Who Have Made The Country Proud 100% Effort, 99% Truth, Advice, Inspiration 15 Youths Become Zero Celebrities

દેશને ગૌરવ અપાવનારાઓનું સન્માન - 100% પ્રયાસ, 99% સત્ય, સલાહ, પ્રેરણાથી 15 યુવાઓ શૂન્યથી બન્યાં સેલિબ્રિટી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આયુષી ધોળકિયા, મિસ ટીન ઇન્ટરનેશનલ અને  તજામુલ ઈસ્લામ, વર્લ્ડ કિક બોક્સિંગ ચેમ્પિયન - Divya Bhaskar
આયુષી ધોળકિયા, મિસ ટીન ઇન્ટરનેશનલ અને તજામુલ ઈસ્લામ, વર્લ્ડ કિક બોક્સિંગ ચેમ્પિયન
  • ઇન્ડોર સ્ટેડિયમમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ

સુરતઃ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે રવિવારે ઇન્ડોર સ્ટેડિયમમાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાયો હતો. જેમાં સંઘર્ષ અને મહેનત થકી વિભિન્ન ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરનાર  પ્રતિભાઓને સન્માનિત કરાયા હતા અને તેમણે સંઘર્ષકથા સુરતીઓને જણાવી હતી. આ કાર્યક્રમમાં બેસ્ટ સેલિંગ ઓથર ડૉ. રાધાક્રિશ્નન પિલ્લાઈ, સામાજિક કાર્યકર્તા અને પદ્મશ્રી સુધા વરઘીસ, ભૂતપૂર્વ ઇન્ડિયન આર્મી ઓફિસર કર્નલ ડી.પી.કે. પિલ્લાઈ, આઇએએસ ઓફિસર આર્મસ્ટ્રોંગ પામે, વર્લ્ડ કિક બોક્સિંગ ચેમ્પિયન તજામુલ ઇસ્લામ, જર્નાલિસ્ટ શિવાંગી ઠાકુર, મિસ ટીન ઇન્ટરનેશનલ-2019 આયુષી ધોળકિયા, યંગેસ્ટ ઉદ્યોગ સાહસિક તિલક મેહતા, યંગેસ્ટ હેડ-માસ્ટર બાબર અલી, એથીકલ હેકર મનન શાહ, ડોનેટ લાઇફના સ્થાપક નીલેશ માંડલેવાલા, ભારતીય પર્યાવરણવિદ રાજેન્દ્ર સિંહ સામેલ હતા. 

છોકરી ઘરમાં બેસવા માટે નથી, હું ઘરે હોત તો ગોલ્ડ લાવી ન હોત
પાંચ વર્ષની હતી ત્યારે ટીવી પર બોક્સિંગની મેચ નિહાળી રહી હતી અને મને બોક્સિંગ શીખવાનું મન થયું. આ વાતની ઘરે જાણ કરતાં તેમણે ના પાડી દીધી હતી. જોકે મમ્મીએ સમજાવતાં મને બાંઢીપુરની એક એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો. સતત પ્રયાસ કરતાં થોડા જ મહિનામાં ડિસ્ટ્રિક્ટ લેવલ પર ગોલ્ડ મેળવ્યો. ત્યાર બાદ મેડલનો સિલસિલો આજે પણ ચાલુ છે. આજે મારી પાસે 27 મેડલ છે જેમાં 12 ગોલ્ડ મેડલ છે. આજે બાંઢીપુરમાં મારી પોતાની એકેડેમીમાં 700થી વધારે બાળકો શીખવા આવે છે. મારું માનવું છે કે છોકરીઓ ઘરે બેસવા માટે નથી.’ - તજામુલ ઈસ્લામ, વર્લ્ડ કિક બોક્સિંગ ચેમ્પિયન

આપણા ગુજરાતી સમાજમાં હજી મોડલિંગને સ્થાન અપાતું નથી
2009-10થી મને મારા ઘરેથી ગુજરાતમાં યોજાતા તમામ મિસ વડોદરા જેવા શૉમાં મોકલતા હતા. મેં એક વર્ષ સુધી મહેનત કરીને 2019માં મિસ ટીન ઇન્ડિયામાં ભાગ લીધો અને ત્રણ મહિના બાદ મિસ ટીન ઇન્ટરનેશનલમાં ભારતનું પ્રતિનિધિ કરવાની તક મળી અને 22 દેશોના પ્રતિનિધિઓને હરાવીને મિસ ટીન ઇન્ટરનેશનલ-2019નો ખિતાબ જીતી લીધો. જ્યારે હું ગુજરાતી પરિવારમાંથી આવું છું જ્યાં સમાજમાં મોડલિંગને કોઈ સ્થાન નથી. આમ છતાં મમ્મી-પપ્પાના સપોર્ટને કારણે હું ઓડિશન આપવા જઈ શકતી. - આયુષી ધોળકિયા, મિસ ટીન ઇન્ટરનેશનલ

હું એ જિલ્લામાંથી આવું છું જ્યાં સ્કૂલ નથી, છતાં IAS બન્યો
હું મણિપુરના તામેંગલોંગ જિલ્લામાંથી આવું છું. જ્યાં શાળા કે હોસ્પિટલની કોઈ સુવિધા નથી. એટલે હું સ્કૂલમાં પણ મોડેથી ગયો. 2009ના બેચમાં આઈએએસ ઓફિસર પણ બની ગયો. મણિપુરને નાગાલેન્ડ અને આસામ સાથે જોડવા માટે તેમણે લોકો પાસેથી જ ફાળો ઉઘરાવીને પોતાના 5 લાખ રૂપિયા આપીને 100 કિલોમીટરનો રોડ બનાવ્યો હતો. 2018માં તેમને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા ગ્લોબલ લીડર-2018 તરીકે નવાજવામાં આવ્યા હતા. હું કહીશ કે 100 ટકા પ્રયાસ, 99 ટકા સત્ય, સલાહ અને પ્રેરણાથી સફળતા જરૂર મળશે.’ - આર્મસ્ટ્રોંગ પામ, આઈએએસ ઓફિસર

ભારતના યુવાઓએ ભારતમાં જ રહીને ભણવું જોઇએ
આજે આપણા દેશમાં ઘણા યુવાઓ બસો સળગાવે છે અને તોડફોડ કરે છે આ લોકો કઈ આઝાદી ઇચ્છે છે એ ખબર નથી પડતી. ઘણા લોકો એવું કહે છે કે દેશમાં માઇનોરિટી ડેન્જરમાં છે. આ બધું બકવાસ છે. હું આ સીએએ કે એનઆરસી શું છે તે નથી જાણતો, પણ હું મારા દેશ પર ભરોસો કરું છું. ભારતમાં હિન્દુ-મુસ્લિમ એવો કોઈ ધર્મ નથી. બધા લોકો ભારતીય છે. આ બધામાં સૌથી મોટો ધર્મ છે માનવતાનો ધર્મ. માત્ર આ ધર્મને જ માનશો તો દેશમાં પરિવર્તન જરૂરથી આવશે. ભારતના યુવાઓએ ભારતમાં જ રહીને ભણવું જોઈએ. -  કર્નલ ડી.પી.કે. પિલ્લાઈ, એક્સ.આર્મી ઓફિસર

ઇન્ટરનેટને મારી તાકાત બનાવી ને હું રાતોરાત સ્ટાર બની ગઇ
ઠંડીમાં મમ્મી-પપ્પા અમને વહેલા ઉઠાડીને પ્રેક્ટિસ કરાવતાં હતાં. એટલે નાનપણથી જ મને સંગીતનો શોખ હતો. હું ક્લાસિકલ મ્યુઝિક પણ ગાઉં છું, પરંતુ આ બધાં કરતાં મને લોકસંગીત ગાવું વધારે ગમે છે. મૈથિલીએ રાઇઝિંગ સ્ટાર શૉમાં ભાગ લીધો હતો. જોકે, તે થોડા માટે જીતતા રહી ગઈ હતી. ત્યાર બાદ તેમના પિતાએ મૈથિલીને સોન્ગ રેકોર્ડ કરીને અને અપલોડ કરવા જણાવ્યું. ત્યાર બાદ મૈથિલીએ પોતાની યુ ટ્યુબ ચેનલ બનાવી અને રાતોરાત યુટ્યુબ અને ફેસબુક પર લોકપ્રિય થઈ ગઈ. 2016માં મૈથિલીએ ‘યા રબ્બા’ નામનું મ્યુઝિક આલબમ પણ બનાવ્યું હતું. - મૈથિલી ઠાકુર, સંગીતકાર