વધતી મોંઘવારીથી લઈને કોંગ્રેસ મહિલા સમિતીએ ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોંઘવારીના વિરોધમાં મહિલાઓએ ક્લેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. - Divya Bhaskar
મોંઘવારીના વિરોધમાં મહિલાઓએ ક્લેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.
  • સબસિડી વગરના ગેસ સિલિન્ડરના વધેલા ભાવની સામે વિરોધ
  • મહિલાઓએ સરકાર વિરૂધ્ધ નારેબાજી કરીને આવેદનપત્ર આપ્યું

સુરતઃ દેશમાં વધતી મોંઘવારી અને સબસિડી વગરના ગેસ સિલિન્ડરના વધેલા ભાવની સામે શહેર કોંગ્રેસની મહિલા સમિતીએ મોરચો માંડ્યો હતો. કોંગ્રેસની મહિલાઓએ ક્લેક્ટર કચેરીએ પહોંચી હતી. ક્લેક્ટરને આવેદનપત્ર આપીને મહિલા કોંગ્રેસની સભ્યોએ સ્મૃતિ ઈરાનીના પોસ્ટર દર્શાવવાની સાથે સાથે સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા અને મોંઘવારી સામે લડવા માટે સરકાર પાસે કોઈ યોજન ન હોવાનું જણાવી ગેસમાં થયેલો વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી.ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી પણ મહિલાઓએ ઉચ્ચારી હતી.