એક્સિડન્ટ / ધુલિયા નજીક લળિંગ ઘાટીમાં ત્રિપલ અકસ્માતમાં ચારનાં મોત,મૃતકોમાં સુરતના 3 યુવકો

એક્સિડન્ટના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતાં.
એક્સિડન્ટના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતાં.

  • આ અકસ્માતમાં 6 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી
  • અકસ્માત બાદ હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતાર

Divyabhaskar.com

Jun 12, 2019, 07:43 PM IST

નવાપુરઃમહારાષ્ટ્રનાં મુંબઇ-આગ્રા નેશનલ હાઈવે ઉપર બુધવારની બપોરે ધુલિયા નજીક લળિંગ ઘાટીમાં એક પૂરપાટે આવતી ટ્રકે ડીવાઈડર તોડીને સામેના ટ્રેકમાં ઘૂસી ગઈ હતી. ટ્રક સામેના ટ્રેક પર આવતી રિક્ષા અને આઈસર ટેમ્પો સાથે અથડાઈ હતી. સર્જાયેલા ટ્રીપલ અકસ્માતમાં રિક્ષામાં સવાર આઠ મુસાફરો પૈકી સુરતનાં 3 અને અન્ય 1 મુસાફરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતકોમાં એક સાત વર્ષની નાની છોકરી છે. તેમજ 6 મુસાફરીઓને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતમાં દરમિયાન ટ્રાફિક જામ થઈ ગયો હતો.

મુંબઈ આગ્રા હાઈવે લોહી લુહાણ

ધુલિયા જિલ્લાના મોહાડી પોલીસ જાણકારી મુજબ બુધવારે બપોરે બે કલાકે મુંબઈ આગ્રા હાઈવે પર ધુલિયા નજીક લળિંગ ઘાટીના હાઈવે પર માલેગાંવથી ધુલિયા તરફ આવતી ટ્રક (MH- 18DA -2192) ના ચાલકે પોતાની ટ્રક ગફલત ભરી પૂરપાટ હંકારતા હાઈવે પર બનાવેલ ડિવાઈડમાં અથડાવી હતી. જેથી ટ્રક ડિવાઈડ તોડી સામેના ટ્રક પર ઘસી ગઈ હતી. આ દરમિયાન સામેના ટ્રક પરથી પસાર થતી રિક્ષા (MH-18 W-5629) અને તેની પાછળ આવતો ગોદાવરી દૂધનો આયસર ટેમ્પો (MH-17BD- 5269) સાથે ધડાકાભેર અથડાય હતી.

ત્રણના ઘટના સ્થળે મોત

સર્જાયેલ ટ્રીપલ અકસ્માતમાં રિક્ષામાં સવાર સુરતના 3 મુસાફરો અને અન્ય એક અજાણ્યા પુરૂષના ઘટના સ્થળે મોત નીપજ્યા હતાં. જ્યારે છને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બાદ બંને ટ્રક પર પાંચ કિમી લાંબો ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થતાં નજીકમાં કામ કરતાં ખેડતોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવી મદદની કામગીરી હાથ ધરી હતી. 108ને ફોન કરી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. ઘટના અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

X
એક્સિડન્ટના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતાં.એક્સિડન્ટના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતાં.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી