તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુમસ રોડ પર દારૂના નશામાં કાર ચાલકે ચારને ટક્કર મારી, લોકોએ બંનેને પકડી પોલીસને સોંપ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીધેલા કારચાલકે ચાર રાહદારીઓને ટક્કર મારી - Divya Bhaskar
પીધેલા કારચાલકે ચાર રાહદારીઓને ટક્કર મારી
  • ભાગતી વેળા તબીબની કારને પણ અડફેટે લીધી

સુરતઃ ડુમસ રોડ પર વેલેન્ટાઇન થિયેટર પાસે પીધેલી હાલતમાં આઈ ટવેન્ટી કાર ચલાવી પૂરપાટ ઝડપે પસાર થતા કાર ચાલકે 4 રાહદારીઓને અડફેટે લઈ અકસ્માત સર્જયો હતો. જેથી રોડ પર ભાગદોડ મચી ગઈ હતી. રાહદારીઓને અડફેટે લીધા બાદ ભાગી રહેલા કાર ચાલકે આગળ જતા એક તબીબની કારને પણ ટક્કર મારી હતી. આ સમયે ટીઆરબીના જવાને કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી. 

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
ડુમસ રોડ પર નશાની હાલતમાં બેફામ કાર ચલાવનાર સરફરાઝ અને રિઝવાન (બંને રહે. લિંબાયત) ને લોકોએ પકડી લીધા હતા. બાદમાં ઉમરા પોલીસ આવી પહોંચતા અટક કરી પૂછતાછ હાથ ધરી છે. લોકોમાં ચર્ચા હતી કે, બન્ને જણા મગદલ્લા ચોકડીથી લિંબાયત જઈ રહ્યા હતા. તે સમયે નશામાં દ્યૂત હાલતમાં અકસ્માત સર્જયો હતો. ઈજાગ્રસ્તોને સારવારઅર્થે  ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. કારમાં સવાર બંને યુવકો નશામાં એ હદે ભાન ભૂલેલા હતા કે તેઓ ઉભા પણ રહી શકે તેવી હાલતમાં ન હતા. આ ઘટનાને પગલે લોકોમાં પણ રોષ ફેલાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો