તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતઃચાઇનાથી શરૂ થઈ અને દુનિયાના ઘણા બધા દેશોમાં કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વ તેમાં ચિંતિત છે તેની અસર હીરાઉદ્યોગની આર્થિક સ્થિતિ પર જોવા મળી રહી છે. પરંતુ શારિરીક રીતે હજુ કોરોના વાઇરસ આપણા સુધી પહોંચ્યો નથી. દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં નથી તેવું કહી શકાય. પરંતુ નથી તેનો અર્થ એવો પણ નથી કે આપણે સાવચેતી રાખવી જોઈએ નહીં તે વાતને ધ્યાનમાં રાખીને વરાછા વિસ્તારના કેટલાક હીરાના કારખાનાઓમાં કારીગરો સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરીને દિવસ દરમિયાન કામ કરતા જોવા મળી રહ્યા છે.
હીરાના નાના કારખાનામાં માસ્ક સાથે તકેદારી
વરાછા મેઇન રોડ રિલાયન્સ ફ્રેશની બાજુમાં આવેલ વૃંદાવન બિલ્ડિંગના બીજા માળ પર ચાલતા એક નાના કારખાનાના બધા જ કારીગરો દિવસ દરમિયાન માસ્ક પહેરીને બેસે છે. કારીગરો ઉપરાંત શેઠ, મેનેજર અને વોચમેન સહિતના તમામ કર્મચારીઓ દિવસ દરમિયાન માસ્ક પહેરી રાખે છે. નાની ફેક્ટરીથી શરૂઆત થઇ છે હવે લગભગ મોટાભાગના કારખાના અને મોટી ફેક્ટરીઓમાં પણ હવે આ રીતે કારીગરો કામ કરતા જોવા મળશે.
સુરક્ષા માટે હંમેશા જાગૃત રહેવું જોઇએ
સરકાર કોઈ નિયમ બનાવે અથવા આવી કોઈ બાબતમાં પ્રેશર કરે અને પછી આપણે કામ કરીએ તેના કરતા સ્વૈચ્છિક રીતે સાવચેતીના ભાગ રૂપે આપણે આપણી સુરક્ષા માટે બને તેટલો પ્રયત્ન કરવો જોઈએ. તેથી અમારા કારખાનામાં અમે બધાએ માસ્ક પહેરીને કામ કરવાની શરૂઆત કરી દીધી છે. - તેજસ મોદી, કારખાનેદાર
સ્વૈચ્છિક માસ્ક પહેરવું ઉત્તમ કહેવાય
અમારા એસોસિએશન દ્વારા હજુ કોઈ એવો મેસેજ મોકલ્યો નથી પરંતુ સ્વૈચ્છિક રીતે જો કોઈ લોકો માસ્ક પહેરીને કામ કરતા હોય તો તે ખૂબ જ ઉત્તમ કહેવાય, આવનારા દિવસોમાં સરકાર દ્વારા મોટા મેળવવો નહીં કરવા જેવી અનેક બાબતોની ગાઈડલાઈન આવી શકે છે પરંતુ જે લોકોએ સ્વૈચ્છિક રીતે શરૂઆત કરી દીધી છે તે સરાહનીય કહેવાય. -બાબુભાઈ કથીરિયા, પ્રમુખ, સુરત ડાયમંડ એસોસિએશન
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.