તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંડેસરાની મારૂતિ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કાપડના ગોડાઉનમાં લાગેલી આગ પર ફાયરે કાબૂ મેળવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે - Divya Bhaskar
ફાઈલ તસવીર માત્ર પ્રસ્તુતિકરણ માટે
 • વહેલી સવારે લાગેલી આગ ઉગ્ર બને તે પહેલા કાબૂ મેળવાયો
 • આગ પર કાબૂ મેળવાતા કારખાનેદારોએ રાહતનો શ્વાસ લીધો

સુરતઃપાંડેસરાની મારૂતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કાપડના એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા કારીગરોમાં ભાગદોડ મચી ગઇ હતી. શુક્રવારની વહેલી પરોઢે લાગેલી આગનો કોલ મળતા જ ત્રણ ફાયર સ્ટેશનના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. આગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેવાતા આજુબાજુના કારખાનેદારોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સામગ્રી બળીને ખાક
ફાયર ઓફિસર હિતેશ પાટીલએ જણાવ્યું હતું કે, કોલ લગભગ રાત્રિ 2:33નો હતો. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન, મજૂરા અને માન દરવાજાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. એક કારખાનામાંથી ધૂમાડો નીકળતો જોઈ તાત્કાલિક પાણીનો મારો શરૂ કરી દીધો હતો. કારીગરોની ભીડ વચ્ચે બંધ કારખાનાના શટર ખોલી ફાયરના જવાનોએ અંદરથી પણ આગને કાબુમાં લઈ લીધી હતી. આ દુર્ઘટનામાં સિલાઈ મશીન, કેબલ, પાર્સલના પુથા પાટિયા સહિત ની સામગ્રી બળી ગઈ હતી.

આગ લાગતા બહાર દોડી ગયા
દિલીપ (કારખાના નો કારીગર)એ જણાવ્યું હતું કે, દુર્ઘટના સમયે તેઓ કારખાનામાં કામ કરી રહ્યા હતા. અચાનક કાળો ધૂમાડો જોઈ બુમાબૂમ કરી દેતા તમામ કારીગરો બહાર દોડી ગયા હતા. ત્રણ માળના એમ્બ્રોડરીના કારખાનામાં લાગેલી આગમાં લગભગ તમામ એમ્બ્રોઈડરીના મશીન સહિત મોટી સખ્યામાં કાપડનો જથ્થો બળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો