તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોપીપુરા મહિલા વિદ્યાલય પાસે વાનમાં આગ બાદ ભાગદોડ, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી - Divya Bhaskar
વાનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી
  • પોલીસ જવાનોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો
  • ઇલેક્ટ્રીક પોલ નજીકથી વાન ખસેડ્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો

સુરતઃ ગોપીપુરા વિસ્તારમાં મહિલા વિદ્યાલય પાસે વાનમાં આગ બાદ ભાગદોડ મચી ગઈ હતી. પોલીસ પેટ્રોલિંગ કરતા અઠવાના જવાનોએ રેતી નાખી કારની આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી ફાયરને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ફાયરે ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો
ફાયર અધિકારી રોહિતદાસ પાટીલે જણાવ્યું હતું કે, વાનમાં આગ લાગી હોવાનો કોલ મળતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી આવી સળગતી કારને ઇલેક્ટ્રીક પોલ પાસેથી ધક્કો મારી આગળ લઈ ગયા બાદ પાણીનો મારો કરી આગ કાબૂમાં લીધી હતી. ઇલેક્ટ્રિક પોલ નજીક સળગતી કાર પર પાણીનો મારો કર્યો હોત તો વીજ લાઈનમાં જોરદાર ધડાકા થયા હોત. આગ કાબૂમાં આવ્યા બાદ તપાસ કરતા વાન માલિક આરતીબેન રમેશભાઈ પવાર હોવાનું અને કાર તાજેતરમાં જ ગેરેજમાંથી રીપેર થઈ ને આવી હોવાનું જાણવા મળ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો