તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોર્ટસર્કિટથી રઘુવીર સિલિયમ માર્કેટમાં આગ લાગતાં 25 ગાડીઓ દોડી, બિલ્ડિંગમાં સ્પ્રિંકલ વાલ્વ જ બંધ હોવાથી 5 ફાઇટર ગૂંગળાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શોર્ટ સર્કિટથી લાગેલી આગના ધૂમાડા દૂર દૂર સુધી દેખાયા
  • સવારના સમયે આગ લાગી હોવાથી ભયનો માહોલ ફેલાયો
  • તક્ષશિલા બાદ 20 હજાર દુકાનો સીલ છતાં બેદરકારી
  • 3 લાખ લીટર પાણીનો મારો ચલાવી અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો

સુરતઃ પુણા-કુંભારીયા ખાતે આવેલી રઘુવીર સેલ્યુમ ટેક્સટાઈલ માર્કેટમાં અગમ્યકારણોસર આગ લાગી ગઈ હતી. સાતમાં માળે પેસેજમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગથી બહાર પડેલો સાડીનો જથ્થો સળગી ગયો હતો.જેથી આગના ધૂમાડા બીજા માળ સુધી પ્રસર્યા હતાં. આગના પગલે ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો.

સાતમાંથી બીજા માળ સુધી ધૂમાડા પ્રસર્યા 
ફાયરબ્રિગેડના ઓફિસરે પ્રાથમિક તબક્કે જાણકારી આપતાં કહ્યું હતું કે, આગ સાતમાં માળે લાગી હતી. જ્યાંથી ધૂમાડા બીજા માળ સુધી પ્રસર્યા હતાં.ધૂમાડાને બહાર કાઢવા માટે બારીઓના કાચ તોડવાની ફરજ પડી હતી. જો કે આગ પર કાબૂ મેળવીને કૂલિંગનું કામ ચાલું કરવામાં આવ્યું છે. 

કાચ તોડીને કામગીરી
આગ મોટા પ્રમાણમાં પ્રસરી રહી હોવાનું ધ્યાને આવતાં ફાયરબ્રિગેડ દ્વારા કાચ તોડીને ધૂમાડાને બહાર કાઢીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે દુકાનમાં છત પર લગાવવામાં આવેલા સિલીંગમાં પણ આગ પ્રસરી હોવાથી સિલિંગ પણ તોડીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પેસેજમાં આગ લાગી હતી
રઘુવીર ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે, આગ સૌ પ્રથમ સાતમાં માળે પેસેજમાં આવેલા ઈલેક્ટ્રીક ડકમાં આગ લાગી હતી. ઈલેક્ટ્રીક ડકમાં પાવરનો મેન સપ્લાય આવતો હોવાથી ત્યાંથી આગ લાગતાં આગના ધૂમાડા અન્ય ફ્લોરમાં પણ પ્રસર્યા હતાં.સવારના સમયે લોકો ઓછા પ્રમાણમાં હોવાથી તમામને સલામત રીતે નીચે ઉતારીને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ફાયરબ્રિગેડની મોટાભાગની ગાડીઓ ઘટનાસ્થળે
ફાયરબ્રિગેડ દ્વારા મોટી આગને જાતો 10થી વધુ ગાડીઓ અને હાઈડ્રોલિક સહિતની ગાડીઓને ઘટના સ્થળે બોલાવી લીધી હતી. બાદમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.

લોકોના ટોળા ઉમટ્યાં
આગના ધૂમાડાના ગોટે ગોટા ઉડતાં માર્કેટની આસપાસથી પસાર થતાં લોકો પણ દોડી આવ્યાં હતાં. લોકોના ટોળા ઉમટતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકોના ટોળાને વિખેરીને ફાયરબ્રિગેડની ગાડીઓને ઘટના સ્થળે કામગીરી કરવામાં સહકાર આપ્યો હતો.

લિફ્ટમાં બે ફસાયા હતાં
બિલ્ડીંગની લિફ્ટમાં બે વ્યક્તિ ફસાયા હતાં.જેને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં.જો કે ફસાયેલાને કોઈ ઈજા જાનહાનિ થઈ નહોતી.

આઠમા માળે લિફ્ટ પાર્કિંગ બંધ કરી માલ ભરી દેવાયો હતો
ચીફ ફાયર-ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, આઠમા માળે લિફ્ટ પાર્કિંગ બંધ કરી તેમાં માલ ભરી પતરાંના શટરથી પેક કરી દેવાયો હતો જેથી આ સ્પેસમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કટર મશીનથી પતરાં કાપી અંદર પ્રવેશવાનો રસ્તો કર્યા બાદ આગ પર કાબૂ મેળવી હતી. માર્કેટની આગળના ભાગમાં પણ લાકડાંનો દાદર બનાવેલો હોવાથી આ બન્ને બાબતે માર્કેટના સંચાલકોને નોટિસ અપાશે.

તક્ષશિલા હોનારત બાદ વસાવેલાં સાધનો કામ લાગ્યાં
માર્કેટમાં આઠમા માળે ફાયર ફાઇટિંગ કરતી વખતે ફાયર-ઓફિસર હિતેશ ઠાકોર અને તેમની સાથે ચાર જવાનો ધુમાડામાં ગૂંગળાયા હતા. ફાયર-ઓફિસરને ધુમાડાની વધુ અસર થતાં તેમને ચક્કર આવતાં તાત્કાલિક સારવાર માટે સ્મીમેર ખસેડાયા હતા. 

8128 ઇમારતોમાં સર્વે કરાયો
તક્ષશીલા આર્કેડ અગ્નિકાંડની ઘટના બાદ પાલિકાના ફાયર વિભાગની કામગીરી સામે ચોમેરથી માછલા ધોવાયા હતા. ત્યાર બાદ ફાયર વિભાગે અત્યાર સુધીમાં શહેરમાં કોર્મશિયલ કોમ્પલેક્ષ, હોસ્પિટલ, હોટલ-રેસ્ટોરન્ટ, ટ્યુશન કલાસીસ, સ્કુલ કોલેજ, ટેક્સટાઇલ માર્કેટમાં તળિયાઝાટક ફાયર સેફટી મામલે સર્વે હાથ ધર્યો હતો. જેમાં કુલ 8128 ઇમારતોમાં સર્વે કરીને ફાયર સેફટી વગરની 876 ઇમારતની 18645 દુકાનો સીલ કરી હતી. આ આંકડો તક્ષશીલાકાંડની ઘટનાથી લઇ નવેમ્બર માસ સુધીનો છે. ડિસેમ્બર માસમાં પણ ફાયર વિભાગે સિલિંગની આક્રમક કામગીરી ચાલુ રાખતાં સિલિંગનો આંકડો 20 હજારને પાર થયો છે.

તક્ષશીલા અગ્નિકાંડથી આજ સુધીની સિલિંગની કાર્યવાહી

ઇમારતનો પ્રકાર સર્વે સીલ
હોસ્પિટલ 509 31
હોટલ-રેસ્ટોરન્ટ 421 189
ટયુશન કલાસીસ 2679 392
સ્કુલ-કોલેજ 186 11
ટેક્ષટાઇલ માર્કેટ 167 22
કોમર્શીયલ કોમ્પ. 4166 231
કુલ 8128 876

ફાયર સેફ્ટીમાં બેદરકારી
તક્ષશીલાકાંડની ઘટનામાં 22ના મોત પછી પણ હજુ કોમર્શિયલ બિલ્ડીંગોમાં ફાયર સેફટી મામલે બેદરકારી જોવા મળી રહી છે. માર્કેટમાં ફાયર સેફટીની સિસ્ટમ હતી પણ ઓટોમેટિક ફાયર સ્પિંકલર શરૂ થાય તેના તમામ વાલ્વ બંધ હતાં. એમ ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો