તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંડેસરામાં ગેસ પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા લાગેલી આગ કાબૂમાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોસાયટીમાં ગેસ પાઈપ લાઈનમાંથી આગ લાગતાં આસપાસ લોકોના ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. - Divya Bhaskar
સોસાયટીમાં ગેસ પાઈપ લાઈનમાંથી આગ લાગતાં આસપાસ લોકોના ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.
  • ગેસની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયા બાદ આગ લાગી
  • કચરો સળગાવ્યા બાદ પાઈપ લાઈનમાં આગ લાગી હતી

સુરતઃ પાંડેસરામાં આવેલા ગણપતનગરમાં ગેસ પાઇપલાઈનમાં ભંગાણ પડતા આગ ફાટી નીકળી હતી. કચરો સળગાવ્યા બાદ આગ લાગી જતા ભડકો થયો હોવાનું બહાર આવ્યું હતું. જોકે ઘટના બાદ ભેગા થઈ ગયેલા લોકોએ ફાયરને જાણ કરી દેતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સાથે સાથે ગેસ કંપનીને પણ જાણ કરી દેતા દોડતા થઈ ગયા હતા.ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી આવી લગભગ 20 મિનિટમાં જ આગને કાબુમાં લઈ લીધી હતી.
 

અન્ય સમાચારો પણ છે...