સુરત / અડાજણના પાલ નજીકની રામેશ્વરમ રેસિડેન્સી બહાર આવેલા GEBના ડીપીમાં આગ, ફાયરબ્રિગેડે આગ કાબૂમાં લીધી

GEBની ડીપીમાં જોરદાર ધડાકા-ભડાકા સાથે આગ લાગી

Divyabhaskar.com

Jan 14, 2020, 10:50 PM IST

સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં પાલ નજીકની રામેશ્વરમ રેસિડેન્સી બહાર GEBની ડીપીમાં જોરદાર ધડાકા-ભડાકા થયા છે. ધડાકા-ભડાકા સાથે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ છે. રોડ ઉપર ચાલતા લોકો અને વાહન ચાલકોએ ધડાકા થવાની ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરી હતી. જો કે, ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે. આ ઘટનાની જાણ થતા જ ઇજનેર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં મેઈન લાઈનમાં ફોલ્ટને કારણે ડીપીમાં આગ લાગી હતી. જેને લઇને આસપાસના વિસ્તારમાં વીજસેવા બંધ કરવામાં આવી હતી. ઉત્તરાયણ તહેવારને લઇને વીજ પૂરવઠો બંધ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે ઇજનેરે વહેલી તકે ઇજનેરોએ વહેલી તકે વીજ પુરવઠો ચાલુ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી