તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીપોદરા જીઆઈડીસીમાં બાયો ડિઝલના ગોડાઉનમાં લાગેલી આગમાં બે દાઝ્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાયો ડિઝલના ગોડાઉનમાં લાગેલી આગના કાળા ધૂમાડા દૂર દૂર સુધી દેખાયા હતાં. - Divya Bhaskar
બાયો ડિઝલના ગોડાઉનમાં લાગેલી આગના કાળા ધૂમાડા દૂર દૂર સુધી દેખાયા હતાં.
 • બાયો ડિઝલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી
 • ભીષણ આગમાં બે વ્યક્તિ દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા

સુરતઃનેશનલ હાઈ વે પર આવેલી પીપોદરા જીઆઈડીસીમાં સવારના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. બાયો ડિઝલના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં બે વ્યક્તિ દાઝી ગયા હતાં. જેથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે સુરત સહિત બારડોલી ફાયર સ્ટેશનની મદદ લેવાઈ હતી. જેમણે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

10 જેટલી ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો
પીપોદરા જીઆઈડીસીમાં આવેલા બાયો ડિઝલના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે સુરતના મોટા વરાછા, કામરેજ અને બોરડોલીના ફાયરસ્ટેશનની મદદ લેવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. 

દૂર દૂર સુધી ધૂમાડા દેખાયા
બાયો ડિઝલના ગોડાઉનમાં લાગેલી આગના કાળા ધૂમાડા દૂર દૂર સુધી દેખાયા હતાં. જેથી સ્થાનિકો અને રસ્તા પરથી પસાર થતાં લોકોમાં પણ ભયનો માહોલ પેદા થયા હતો. આગમાં બે વ્યક્તિ દાઝી જતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો