તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલ-ઉમરા બ્રિજનું ગૂંચવાયેલુ કોકડું ઉકેલવા હવે અઠવાડિયામાં અધિકારીઓ સાથે બેઠક બાદ ફાઈનલ નિર્ણય!

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
સુરત મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
 • હવે તો નિવેડો લાવો..સ્થાયી સમિતિમાં મુદ્દો ગરમાયો!,
 • ગોતાલાવાડી ટેનામેન્ટ મુદ્દે ઈજારદારને આગામી બેઠકમાં રૂબરૂ બોલાવી ઓપિનિયન જણાશે

સુરતઃ મહાપાલિકામાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પાલ-ઉમરા બ્રિજનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા ગંભીરતાએ મુદ્દો ચર્ચાયો હતો. સ્થાયી સભ્યો સાથે અધિકારીઓ, કમિશનર તથા સ્થાયી ચેરમેને ‘...હવે તો બ્રિજ મુદ્દે નિવેડો લાવવો જ પડશે..’ તેમ કહી ગાંઠવાળી અઠવાડિયામાં શાસકો-અધિકારીઓ સાથે બેઠક યોજી ફાઇનલ ગાઈડ લાઈન તૈયાર કરી દેવામાં આવશે. આ ગાઈડલાઈનમાં જોકે, અસરગ્રસ્તો માટે કૂણું વલણ પણ દાખવી જે અંતિમ તારીખ નક્કી કરાશે ત્યાં સુધીમાં જો કોઈ અસરગ્રસ્ત સહમતી સાથેનો પત્ર પાઠવશે તેને પણ લાભ આપી દેવાનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવનાર છે. જગ્યા આપવા સહમત થયેલા સાત અસરગ્રસ્તોનો પ્રોપર્ટી કાર્ડ તૈયાર થઈ ગયો હોય તેઓ પાલિકાના લાભ માટે હક્કદાર બનશે.

અસરગ્રસ્તોને લાભ આપવામાં આવશે
છેલ્લા બે વર્ષથી પાલ-ઉમરા બ્રિજને પગલે વગોવાઈ રહેલી પાલિકા-શાસકોએ સોમવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ગુંચવાયેલા કોકડાને ઉકેલી કાઢવા તૈયારી કરી લીધી છે. ચેરમેન અનિલ ગોપલાણીએ જણાવ્યું હતું કે, બ્રિજના અસરગ્રસ્તોમાં પ્રથમથી સાત એ સહમતી આપી છે ત્યાર બાદ બીજા આવતાં 12 જેટલા અસરગ્રસ્તો સહમત થયાં છે. પરંતુ બાકીના હજી પણ માનતા નથી. તેને લીધે ઘણો જ સમય વેડફાઈ ગયો છે. તેથી તમામે હવે અંતિમ નિર્ણય લઈ લેવા સંમત થયા છે. જે અસરગ્રસ્તો સહમત થયાં છે તેઓને લાભ આપવામાં આવશે અને સંમતિ નથી આપી તેના માટે આગળ શું કરવું તે આગામી સમિતિની બેઠકમાં નિર્ણય લઈ લેવામાં આવશે. તે પહેલાં અઠવાડિયામાં શાસકો-અધિકારીઓની મિટિંગ મળશે તેમાં, ફાઈનલ ગાઈડલાઈન તૈયાર કરાશે.

ગોટાલાવાડી ટેનામેન્ટ પર વધુ અઠવાડીયું રાહ જોવાની સ્થિતિ 
કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટની સ્થાયી સમિતિમાં રજુ થયેલી દરખાસ્ત પર શાસકો હજી કોઈ નિર્ણય લઈ શક્યા નથી. ઈજારદારને રૂબરૂ સાંભળવાનો બાકી હોય આગામી સ્થાયી સમિતિમાં ઈજારદારનો ઓપિનિય જાણવામાં આવશે. 1304 ટેનામેન્ટો સિવાય 130 ફ્લેટો વધુ પાલિકાને આપવા થતાં હોય ઈજારદારને તે પોસાય તેમ નથી. અને 7 માળના જ ટેનામેન્ટ બાંધી શકાઈ તેમ છે તેથી ઈજારદારનો ઓપિનીયન શું છે તે જાણવામાં આવશે તેમ ચેરમેને જણાવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો