તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુણા ગામમાં ડીજીવીસીએલના થાંભલામાં આગ લાગતાં ડરનો માહોલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈલેક્ટ્રીકના પોલમાંથી તણખાં ઝરતાં લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો. - Divya Bhaskar
ઈલેક્ટ્રીકના પોલમાંથી તણખાં ઝરતાં લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.
  • એલપીડી વિદ્યા સંકુલની પાસે લાગી આગ
  • તખણાં પડવાં છતાં પાવર કટ થયો નહોતો

સુરતઃવરાછા વિસ્તારમાં આવેલા પુણા ગામમાં એલપીડી વિદ્યા સંકુલની બાજુમાં ડીજીવીસીએલના થાંભલામાંથી અચાનક તણખાં ખરવા લાગ્યાં હતાં. વરસાદ ચાલુ હતો અને તણખાં ખરવા છતાં ડીજીવીસીએલનો પાવર કટ ન થતાં લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. સરથાણાની તક્ષશિલા બિલ્ડીંગની જેમ તણખાં ખરતાં હતા અને બાજુમાં જ શાળા આવેલી હતી. જો કે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી. પરંતુ ડીજીવીસીએલની બેદરકારીને લઈને લોકોમાં સવાલો ઉભા થયાં હતાં.

ફિડરનો પાવર બંધ કરાયોઃડીજીવીસીએલ

એલટી 440 વોલ્ટ કેબલ પોલથી એપાર્ટમેન્ટમાં જતો હતો તેમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફિડરનો પાવર બંધ કરીને ટીમને મોકલી આપવામાં આવી હતી. હાલ કામગીરી ચાલુ છે. સમગ્ર ઘટના પાછળ કેબલમાં ભેજ અથવા તો વરસાદી પાણી ઉતર્યું હોવાના કારણે આગ લાગી હોય શકે તેમ પ્રાથમિક તબક્કે કહી શકાય છે.- કે.આઈ.પટેલ-ડેપ્યુટી એન્જિનિયર, પુણા

અન્ય સમાચારો પણ છે...