સુરત / મહિને 70 હજાર કમાતા દીકરાઓ છતાં પિતા રસ્તા પર, અંતે કોર્ટનું શરણું લીધુ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Jan 22, 2020, 05:55 AM IST

સુરતઃ એક સમય ટેક્સટાઇલમાં કામ કરી ખાસ્સુ એવુ કમાનારા વેપારીએ વૃધ્ધા અવસ્થામાં રસ્તાં પર રહેવારો આવતા અરજદાર વેપારીએ કોર્ટમાં બે પુત્રો સામે ભરણપોષણની માગ કરતી અરજી કરી છે એડવોકેટ ઝમીર શેખની દલીલો બાદ કોર્ટે બંને પુત્રોને દર મહિને રૂપિયા પાંચ-પાંચ હજાર ચૂકવી |આપવાનો હુકમ કર્યો હતો. આ કેસની હ્દયદ્રાવક હકિકત એ છે કે પિતાએ ત્રણ ફલેટ વસાવ્યા હતા અને પુત્રોના ધંધામાં માડી મૂડીની જરૂર પડતાં આ ત્રણેય ફલેટ મોર્ગેજ કર્યા હતા. જેના હપ્તા પિતા ભરી ન શકતા ત્રણેય ફ્લેટ સીલ થઈ ગયા હતા. લોનની રકમ પુત્રોએ અંગત ઉપયોગ માટે વાપરી નાંખી હતી.

પિતાએ ભરણપોષણ અરજી કરી
કેસની વિગત મુજબ અરજદાર 62 વર્ષના છે અને અગાઉ ટેક્સટાઇલના ધંધા દરમિયાન તેઓએ ખાસ્સી એવી નામના પણ મેળવી હતી. કમાણી દરમિયાન 3 ફ્લેટ લોન પર લીધા હતા. પુત્રો મોટા થતાં તેમને ધંધાકીય રીતે સેટ કરવા માટે ત્રણેય ફ્લેટ મોર્ગેજ કર્યા હતા. ઉપરાંત લોન લીધી હતી. જો કે, લોનના હપ્તા પિતા ભરતા હતા અને બીજી તરફ આ રકમ પુત્રોએ વાપરી નાંખી હતી. વૃધ્ધા અવસ્થાના લીધે અરજદાર વધુ કમાઈ ન શકતા લોનની રકમ ભરપાઈ થઈ શકી નહતી અને આખરે તે તમામ ફલેટ સીલ થઈ ગયા હતા. આથી પિતાએ રસ્તા પર સૂવાનો વારો આવ્યો હતો. પુત્રો દર મહિને 70 હજાર કમાતા છતાં અરજદારને એકેય રૂપિયો ન આપતા હોય નાછુટકે અરજદારે એડવોકેટ ઝમીર શેખ મારફત ભરણપોષણની અરજી કરી હતી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી