ઉકાઈની કેનાલમાં પાણી બંધ થાય તે અગાઉ ખેડૂતોએ શેરડીના વાવેતર માટે માંગ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો દ્વારા સતત 12 દિવસ સુધી પાણી કેનાલ વાટે આપવાની માંગ કરી

સુરતઃઉકાઈ ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લોની સ્થિતિમાં છે પાણી દરિયામાં જઈ રહ્યું છે ત્યારે ખેડૂતોને કેનાલ વાટે સરકાર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. જો કે, આ પાણી આગામી 18મીથી બંધ કરી દેવામાં આવનાર છે તે અગાઉ ખેડૂતો દ્વારા શેરડીના વાવેતરને ધ્યાનમાં રાખીને વધારે 12 દિવસ સુધી પાણી આપવાની માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા આ સિઝનમાં 50 હજાર હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર થનાર છે. ત્યારે જો ખેડૂતોને પાણી નહીં મળે તો ખેડૂતોને નુકસાન થશે તેવો પત્ર રાજયસરકારને લખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...