તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કતારગામની પુષ્પકુંજ સોસાયટીમાં બંદૂક લઈને વોચમેનને બંધક બનાવી લૂંટનો નિષ્ફળ પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લૂંટના ઈરાદે સોસાયટીમાં પ્રવેશેલા લૂંટારૂઓ પાસે બંદૂક જેવા ઘાતક હથિયારો હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું. - Divya Bhaskar
લૂંટના ઈરાદે સોસાયટીમાં પ્રવેશેલા લૂંટારૂઓ પાસે બંદૂક જેવા ઘાતક હથિયારો હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું.
  • લોકો જાગી જતાં લૂંટારૂઓ નાસી ગયા
  • બૂમાબૂમ કરી લોકોએ લૂંટારૂઓને ભગાડ્યા

સુરતઃકતારગામ વિસ્તારમાં આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં બંદૂક લઈને પાંચેક લૂંટારૂઓ આવ્યાં હતાં. રાત્રિના 12 વાગ્યા બાદ આવેલા લૂંટારૂઓએ સૌ પ્રથમ સોસાયટીના વોચમેનને બંઘક બનાવી લીધો હતો. ત્યારબાદ છૂપા પગલે સોસાયટીમાં બંદૂકો લઈને પહોંચ્યા હતાં. જો કે, લોકો જાગી જતાં તેમનો કારસો સફળ થયો નહોતો અને તમામને નાસી જવાની ફરજ પડી હતી.

લૂંટારૂઓ સીસીટીવીમાં કેદ
પુષ્પકુંજ સોસાયટીમાં બંદૂક જેવા હથિયારો સાથે લૂંટારૂઓ આવ્યાં હતાં. લૂંટારૂઓએ લૂંટ ચલાવવાના ઈરાદે સોસાયટીમાં પ્રવેશીને કોઈ મોટો અંજામ આપે તે પહેલા લોકો જાગી ગયા હતાં. લોકોએ સમયસૂચકતા દાખવીને બૂમાબૂમ કરી મુકી હતી.જેથી લૂંટારૂઓ નાસી છૂટ્યાં હતાં. લૂંટારૂઓએ ચહેરા પર બુકાની જેવું બાંધ્યું હતું. હથિયારો સાથે આવેલી લૂંટારૂ ટોળકી કોઈ મોટી ઘટનાને અંજામ આપવા આવી હોવાની વાતા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો છે. સ્થાનિકોએ સીસીટીવી સહિતની વિગતો પોલીસને આપી છે. પોલીસે સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે.