સુરત / લાઈનમાંથી મુક્તિ, રેલવે સ્ટેશન પર 5 મિનિટમાં ટિકિટ મળી જશે

સુરત રેલવે સ્ટેશનની ફાઇલ તસવીર
સુરત રેલવે સ્ટેશનની ફાઇલ તસવીર

  • પશ્ચિમ રેલવે સુરત સહિતના મોટા સ્ટેશન પર‘ઓપરેશન 5 મિનિટ’ કેમ્પેન ચલાવશે
  • પહેલા રોજ 27 હજાર બિલ બનતા, હતા હવે 50 હજાર બિલ બનતા થયા

Divyabhaskar.com

Jul 22, 2019, 01:43 AM IST

સુરતઃ પ.રેલવે દ્વારા મુસાફરોને અનારક્ષિત ટિકિટની લાઈનમાંથી જલ્દી મુક્તિ આપવા માટે ઓપરેશન ફાઈવ મિનિટ નામની યોજના બનાવવામાં આવી છે.સુરત ,વડોદરા ,અમદાવાદ અને રાજકોટ સહિતના પ.રેલવેના તમામ મોટા રેલવે સ્ટેશનો પર મુસાફરોને મહત્તમ 5 મિનિટમાં ટિકિટ મળી જાય એ માટે કેમ્પેઈન ચલાવવામાં આવશે. રેલવે સ્ટેશનો પર આ બાબતે પોસ્ટર પણ લગાવવામાં આવશે અને મુસાફરોને આ બાબતે જાગૃત કરવામાં આવશે કે રેલવે મહત્તમ 5 મિનિટમાં મુસાફરોને અનારક્ષિત ટિકિટની લાઇનમાંથી મુક્તિ આપવાની યોજના બનાવી રહી છે. મુસાફરો પાસે ફીડબેક અને સૂચનો લેવા પોસ્ટર પર એક ટોલ ફ્રી નંબર પણ હશે.

મુસાફરો આપી શકશે ફીડબેડ
જે નંબર પર મુસાફરો પોતાનો ફીડબેક અને સૂચનો આપી શકશે આટલું જ નહિ પણ રેલવેના ટિકિટિંગ સ્ટાફને પણ પદ્ધતિમાં સુધારો કરી કેવી રીતે ઓછામાં ઓછા સમયમાં મુસાફરોને ટિકિટ આપી શકાય અને સમજાવવામાં આવશે અને અગવડો દૂર કરવાની દિશામાં કામ કરવામાં આવશે.વધુમાં મુસાફરો પ્રત્યક્ષ ટિકિટની સાથે સાથે યૂટીએસ અને એટીવીએમ મશીન દ્વારા પણ અનારક્ષિત ટિકિટ ખરીદે એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.પ.રેલવેના જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે, મુસાફરોની અગવડ દૂર કરવા ઓપરેશન 5 મિનિટ શરૂ કર્યું છે. મુસાફરોને ડિજિટલી ટિકિટ ખરીદવા માટે પણ જાગરૂક કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અનારક્ષિત ટિકિટ બારીઓ પર પણ મોટા રેલવે સ્ટેશનોએ લાંબી લાઈન લાગે છે અને મુસાફરોના સમયનો વેડફાડ થાય છે.

રેલવેએ હેઠળ ચેકિંગ અભિયાન હાથ ધર્યું
પ.રેલવે દ્વારા ‘નો બિલ નો પેમેન્ટ’ લાગુ કરવામાં આવ્યા બાદ મુસાફરોને જાગૃત કરવામાં આવ્યા હતા અને બિલ વગર ખાદ્ય વસ્તુઓ ન લેવા અનુરોધ કરાયો હતો જેને લીધે પ.રેલવેના મુંબઈ ડિવિઝનમાં કેટરિંગ યુનિટ અને પ્લેટફોર્મ સ્ટોલ દ્વારા મુસાફરોને આપવામાં આવતા બિલની સંખ્યામાં 83.83 % ઉછાળો આવ્યો છે.રેલવે દ્વારા નો બિલ નો પેમેન્ટ લાગુ કર્યા બાદ કેટરિંગ સ્ટાફ અને પ્લેટફોર્મ સ્ટોલ દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં એ બાબતે વોચ રાખવામાં આવી છે. આકસ્મિક ચેકીંગ પણ હાથ ધરાય છે. 9 જુલાઈથી 16 જુલાઈ સુધી 1 સપ્તાહ નો બિલ નો પેમેન્ટ હેઠળ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું જેમાં કેટરિંગ યુનિટ અને પ્લેટફોર્મ સ્ટાફ દ્વારા કેટલા બિલ ઇસ્યુ કરવામાં આવે છે એની પર નજર રાખવામાં આવી હતી.અભિયાનના પહેલા દિવસે મુંબઈ ડિવિઝનમાં 26,986 બિલ જારી કરવામાં આવ્યા હતા જયારે અભિયાનના છેલ્લા દિવસે 16 જુલાઈના રોજ 49,608 બિલ જારી થયા હતા.સુરત ,ઉધના અને નવસારી સહિતના મુંબઈ ડિવિઝનના નોન સબર્બન સ્ટેશનો પર પણ નો બિલ નો પેમેન્ટને સારો પ્રતિસાદ મળ્યો હતો.પ.રેલવેના તમામ ડિવિઝનમાં મુંબઈ ડિવિઝન નો બિલ નો પેમેન્ટ લાગુ કરવામાં અવ્વ્લ રહ્યું હતું.

X
સુરત રેલવે સ્ટેશનની ફાઇલ તસવીરસુરત રેલવે સ્ટેશનની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી