હજીરામાં આવેલી કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ એક દિવસની હડતાળ પર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંપનીમાં કોન્ટ્રાક્ટ આધારે કામ કરતાં કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. - Divya Bhaskar
કંપનીમાં કોન્ટ્રાક્ટ આધારે કામ કરતાં કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
  • પગાર,ભથ્થા સહિતની માંગણીઓને લઈને કર્મચારીઓની હડતાળ

સુરતઃહજીરા વિસ્તારમાં આવેલી એસ્સાર કંપનીમાં કોન્ટ્રોક્ટર હેઠળ કામ કરતાં કર્મચારીઓ એક દિવસની હડતાળ પર બેઠાં છે. ધરણાં પ્રદર્શન કરતાં કોન્ટ્રાક્ટ હેઠના ડ્રાઈવર,ક્રેન ઓપરેટર, બીરીઓ,રીગર(લેબર) સહિતના 500થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, તેઓ કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ છે અને છેલ્લા ત્રણેક વર્ષથી ઈન્ક્રીમેન્ટ કે મોંઘવારીનું ભથ્થું મળ્યું નથી. મેડિકલ અને રજાના પગાર સહિતના અનેક પ્રશ્નો મુદ્દે રોઈ જ નિરાકરણ ન આવતું હોવાથી તેઓ હડતાળ પર ઉતર્યા છે.