સુરત / સિવિલ હોસ્પિટલમાં સિનિયર સીટીઝન કાર્ડ હોવા છતા વૃદ્ધા MRI માટે રઝળ્યા

વૃ્દ્ધાએ રડતી આંખે આપવીતી જણાવી
વૃ્દ્ધાએ રડતી આંખે આપવીતી જણાવી

  • 6 મહિનાથી જમણા ખભા પર દુઃખાવો થઈ રહ્યો છે
  • 4-5 ધક્કા ખાધા બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી

Divyabhaskar.com

Dec 03, 2019, 03:10 PM IST

સુરતઃ તમારી ઉંમર 2019 પૂરું થાય પછી 61મું વર્ષ શરૂ થાય છે ત્યારબાદ તમે સિનિયર સીટીઝન કહેવાવ અને 65 વર્ષની ઉંમરે તમને સિનિયર સીટીઝનના ફ્રી સેવા સહિત તમામ લાભ મળવા પાત્ર હોય એમ કહી ઓર્થોના તબીબોએ એક વૃદ્ધાને MRI ફ્રી કરવાના લખાણ પર સહી કરવાની ના પાડી દીધી હતી. સવારે લગભગ સાડા અગિયાર વાગ્યાથી સિવિલના ઓર્થો અને સુપરિટેન્ડન્ટ ઓફિસના ધક્કા ખાતી આ વૃદ્ધા આખરે પોતાની આપવીતી કરતા રડી પડી હતી. છેલ્લા છ મહિનાથી ખભાના દુઃખાવાને લઈ દવા અને દર્દ સાથે જીવતી આ વૃદ્ધાએ સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા.

વૃદ્ધાને 65 વર્ષે સિનિયર સીટીઝન કાર્ડના લાભ મળવા પાત્ર હોવાનું જણાવાયું

રાંદેર ધનલક્ષ્મી સોસાયટીમાં વર્ષાબેન અશ્વિનકુમાર ઠાકોર (ઉ.વ.60 અને 4 મહિના) રહે છે. 71 વર્ષના પતિ મજુરી કરી 5500 રૂપિયામાં પતિ-પત્ની જીવન ગુજારે છે. 9 વર્ષથી બે સંતાન માતા-પિતાને છોડીને જતા રહ્યા છે. વર્ષાબેનને 6 મહિનાથી જમણા ખભા પર દુઃખાવો થઈ રહ્યો છે. જેને લઈને પહેલાં છાયડા અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલના ઓર્થો સર્જને એમઆરઆઈ કરાવવું પડશે એમ કહ્યું હતું. જેથી તેમણે સિનિયર સીટીઝન કાર્ડ બતાવ્યો હતો. જોકે, 65 વર્ષે સિનિયર સીટીઝન કાર્ડના લાભ મળશે એટલે એમઆરઆઈ માટે પૈસા ભરવા પડશે એવું કહ્યું હતું. 4-5 ધક્કા ખાધા બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી.

કાર્ડ હોય તો લાભ પણ મળવા પાત્ર હોયઃ વૃદ્ધા

વૃદ્ધાએ જણાવ્યું હતું કે, અંગત મદદનીશ કચેરી ધનંજય સાહેબે કહ્યું આ લાભ મળવા પાત્ર છે હું વાત કરું છું હું ફરી ત્યાં ગઈ તો એમની ઓફીસ પણ હાલ બંધ છે હોય શકે ભોજન સમય હોય હવે શું કરું એનો કોઈ ખ્યાલ નથી આવતો. સિનિયર સીટીઝન કાર્ડ દિવાળી પહેલા સુડા ઓફિસમાં નાનપુરા બનાવ્યો હતો જો કાર્ડ બન્યો હોય તો લાભ પણ મળવા પાત્ર હોય ને મારો આ જ સવાલ છે.

X
વૃ્દ્ધાએ રડતી આંખે આપવીતી જણાવીવૃ્દ્ધાએ રડતી આંખે આપવીતી જણાવી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી