તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવેના DRM અને કાપડ-ફ્રૂટના વેપારીઓ વચ્ચેની બેઠકમાં દિલ્હી સુધીની પાર્સલ ટ્રેન દોડાવવા માંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પશ્ચિમ રેલવેના ડીઆરએમે અને વેપારીઓની માંગ પર કામ કરવા બાંહેધરી આપી હતી. - Divya Bhaskar
પશ્ચિમ રેલવેના ડીઆરએમે અને વેપારીઓની માંગ પર કામ કરવા બાંહેધરી આપી હતી.
 • દિલ્હીની સુધીની પાર્સલ ટ્રેનની માંગ કરાઈ
 • દેશની પ્રથમ પાર્સલ ટ્રેન અંગે DRMની બાંહેધરી

સુરતઃવેસ્ટર્ન રેલવેના DRM અને સુરતના કાપડ અને ફ્રુટના વેપારીઓ વચ્ચે સાંસદ CR પાટીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેનમાં ટ્રાનસ્પોર્ટને લઈ થયેલી ચર્ચામાં અનેક વેપારીઓએ સુરત -દિલ્હી વચ્ચે અલગ પાર્સલ ટ્રેન દોડાવવા કરેલી માગણીને ધ્યાનમાં લઈ આગામી દિવસોમાં 20-25 વેગન (ડબ્બા)ની પાર્સલ ટ્રેન દોડાવવા DRM જીવીએલ સત્યદેવ કુમારે બાંહેધરી આપી હતી. જેનો ડેપો નવસારી સ્ટેશને રાખવા નક્કી કરાયું હતું. ભારતમાં પહેલી વાર પાર્સલ ટ્રેન દોડાવવાની આયોજનને સાકાર થતા જોઈ વેપારીઓમાં આનંદ જોવા મળ્યો હતો.

પાંચ હજાર ટ્રાન્સપોર્ટરને લાભ મળશે
સત્યદેવ કુમાર (DRM)એ જણાવ્યું હતું કે, આ યોજનોના લાભ લગભગ 5 હજાર જેટલા ટ્રાન્સપોર્ટરોને મળી શકે છે. કાનપુર, બનારસ, ગોરખપુર, વારાણસી, જયપુર, દિલ્હી સુધી સુરતથી વલસાડ સુધીના ટ્રાન્સપોર્ટરો ને લાભ મળી શકે છે. કાપડ અને ફ્રુટના વેપારીઓને આ ટ્રાન્સપોર્ટ સેવાથી વેપાર સરળ બનશે. આ ટ્રેનનો બે સપ્તાહ સુધી સર્વે કરાશે. ત્યારબાદ પાર્સલના ઓર્ડર મળ્યા મુજબ ટ્રેન દોડાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો