દિલ્હીના પિતા-પુત્ર-પુત્રીએ 13 લાખનું કાપડ ઉધારમાં ખરીદીને રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીનું ઘર અને ઓફિસ બંધ કરીને નાસી ગયા

સુરતઃસલાબતપુરામાં આદર્શ માર્કેટ-1માં વેપાર કરતા વેપારી પાસેથી દિલ્હીના પિતા-પુત્ર અને પુત્રીએ ઉધારમાં 13 લાખ રૂપિયાનું કાપડ ખરીદ્યું હતું. પેમેન્ટ કરવાનો સમય આવ્યો ત્યારે ત્રણેય જણાએ પેમેન્ટ નહીં કરીને દિલ્હીનું ઘર અને ઓફિસ બંધ કરીને ત્યાંથી પણ નાસી ગયા છે.

2018માં કાપડ ખરીદ્યું હતું
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધનામાં સાંઈ આશિષ સોસાયટીમાં રહેતા વિનય હનુમાનમલ સુરાના સલાબતપુરામાં આદર્શ માર્કેટ-1માં કપડાનો વેપાર કરે છએ. આરોપી કુલદીપ વાલિયા અને તેની દીકરી નવપ્રીતકોર તલવાર અને દીકરો રીંકલ વાલિયા તમામ દિલ્હીમાં કપડાનો વેપાર કરે છે. તેઓએ ઓગસ્ટ 2018માં વિનય પાસેથી 13 લાખ રૂપિયાનું કાપડ ઉધારમાં ખરીદ્યું હતું. તેનું પેમેન્ટ ત્રણેય જણાએ કર્યું નહતું. વિનયે દિલ્હીમાં તપાસ કરતા ત્રણેય જણા ઘર અને ઓફિસ બંધ કરીને નાસી ગયા હતા. તેમનો ફોન પણ બંધ હતો. સલાબતપુરા પોલીસે ત્રણેય વિરુદ્ધ છેતરપિંડી ફરિયાદ નોંધાવી છે.