સુરત / ‘આ ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે’ કહી હનીટ્રેપ મામલે યુવક પર જીવલેણ હુમલો

યુવકને તેના ઘર નજીક જ જાહેર રોડ પર ફટકારવામાં આવ્યો હતો.
યુવકને તેના ઘર નજીક જ જાહેર રોડ પર ફટકારવામાં આવ્યો હતો.

  • અમરોલીમાં ટપોરીઓએ નિર્દોષને જાહેરમાં ફટકારતા શરીરે સોળ પડી ગયા

Divyabhaskar.com

Aug 14, 2019, 02:39 AM IST

સુરતઃ ફરિયાદ પાછી ખેચી લે નહીં તો આ ટ્રેલર છે પિક્ચર હજી બાકી છે કહી અમરોલીમાં પાંચેક અસામાજિક તત્વોએ નિર્દોષ યુવકને મધરાત્રે જાહેરમાં લાકડીથી ફટકાર્યો હતો. ભોગ બનનારના આખા શરીરે સોળ પડી ગયા છે. ભોગ બનનાર કિશોર વિનુભાઈ ઇસામલિયા છે. જ્યારે હુમલા કરનારાઓમાં મુખ્ય આરોપી કિશોર હિંમતભાઈ ઇસામલિયા છે. બંને કૌટુંબિક ભાઈ થાય છે.

ફોટોને એડિટ કરી વધુ અશ્લીલ બનાવ્યો
19 જુનના રોજ કિશોર વિનુભાઈ ઇસામલિયા(રહે. લોયાધામ એપાર્ટમેન્ટ, અમરોલી)એ વરાછા પોલીસ સ્ટેશનમાં આરોપી પુજા પટેલ, વકિલ ધુમા સોની અને કિશોર હિંમતભાઈ ઇસામલિયા(રહે. પુણ્ય ભુમિ બંગલોઝ,અમરોલી) વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ નોંધાવી હતી. તેમાં પુજાએ કિશોર વિનુભાઈને ફરવા બોલાવીને તેની સાથે અર્ઘનગ્ન અવસ્થામાં મોબાઈલ ફોનમાં ફોટો પાડી લીધા હતા. તેના આધારે બ્લેકમેલ કરીને પુજા અને કિશોર હિંમતભાઈએ કિશોર વિનુભાઈ પાસેથી 4.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ બાબતે કિશોર વિનુભાઈએ ત્રણેય વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. તેઓ જામીન પર છૂટ્યા બાદ કિશોર વિનુભાઈના ફોટોને એડિટ કરીને વધુ અશ્લીલ બનાવીને વાઇરલ કરતા ગુનો દાખલ કરવા માટે અરજી કરી હતી.

મધરાતે જાહેરમાં માર માર્યો
ગત રાત્રે કિશોર વિનુભાઈ તેના ઘરની બહાર બેસેલો હતો ત્યારે કિશોર હિંમતભાઈ તેના સાગરિતો પ્રકાશ મકતરપરા, નવનીત મનસુખ રામોલિયા, જતીન મનસુખ રામોલિયા,સાગર અને ઢસા સાથે લાકડી લઈને આવ્યો હતો.ત્યાં કિશોર વિનુભાઈને મધરાત્રે જાહેરમાં લોકોની વચ્ચે ઢોર માર માર્યો હતો.

X
યુવકને તેના ઘર નજીક જ જાહેર રોડ પર ફટકારવામાં આવ્યો હતો.યુવકને તેના ઘર નજીક જ જાહેર રોડ પર ફટકારવામાં આવ્યો હતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી