ડાંગ / પ્રથમ કેન્સર ટ્રી વાવી ઓર્ગેનિક ખેતી શરૂ, ઓછા રોકાણમાં વધુ નફાની પ્રેરણા

કેન્સર ટ્રી 100 ટકા કેન્સર રોગનું નિદાન આપે છે તે માટે તેને કેન્સર કિલરના નામે ઓળખવામાં આવે છે
કેન્સર ટ્રી 100 ટકા કેન્સર રોગનું નિદાન આપે છે તે માટે તેને કેન્સર કિલરના નામે ઓળખવામાં આવે છે

  • ટ્રી કોઈપણ જમીનમાં કરી શકાય છે પરંતુ ભેજવાળી જગ્યા કરતા ગોરાડુ જમીન ઉત્તમ

Divyabhaskar.com

Jan 22, 2020, 03:47 PM IST

સુરતઃ ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા માછળી ગામે આદિવાસી ખેડૂતે આધુનિક ક્ષેત્રમાં કદમ મિલાવી કેન્સર રોગ માટે વપરાતી વનસ્પતિની ખેતી કરી ઓછા રોકાણમાં વધુ નફોની પ્રેરણા ખેડૂતોને આપી છે. વઘઈ તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા માછળી ગામના યુવા ખેડૂત સચીનભાઈએ ઉચ્ચ અભ્યાસ બાદ કંઈ નવુ કરવાની નેમ સાથે લોકોપયોગી અને જીવતદાન આપનારી કેન્સર જેવા હઠીલા રોગની સારવારમાં વપરાતી વનસ્પતિની ખેતી કરી ડાંગના આદિવાસી ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે.

છોડ વાવ્યા બાદ 8થી 9 માસ તેનું પ્રોડકશન ચાલુ થાય છે

કેન્સર કેન્સર ટ્રીની ખેતી લાંબાગાળા સુધી ફાયદાકારક નીવડે છે. આ ટ્રી કોઈપણ જમીનમાં કરી શકાય છે પરંતુ ભેજવાળી જગ્યા કરતા ગોરાડુ જમીન ઉત્તમ કહી શકાય. શરૂઆતમાં એક વર્ષ સુધી છોડને ખાતર અને પાણી દ્વારા ખાસ જાળવણી કરવી પડે છે, ત્યારબાદ ઓછુ પાણી દ્વારા પણ છોડની માવજત થઈ શકે છે જે ડાંગનું હવામાન માફક રહે છે. કેન્સર ટ્રીનું સૌથી વધુ પાંદડાનું મહત્વ વધુ હોય છોડના ગ્રોથ બની રહે તે માટે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી જોઈએ. છોડ વાવ્યા બાદ 8થી 9 માસ તેનું પ્રોડકશન ચાલુ થાય છે. કેન્સર ટ્રીના પાંદડાથી લઈ ફળ પણ ખૂબ ઉપયોગી છે જે કેન્સરના સેલ પર સીધી અસર કરી નાશ કરે છે. કેન્સર ટ્રીના લીલા પાંદડાઓનો ઉકાળો લઈ શકાય છે. જ્યારે સૂકા પાંદડાઓમાંથી પાવડર અને કેપ્સૂલ બનાવવામાં આવે છે, જ્યારે કેન્સર ફળનું જ્યુસ બનાવવામાં આવે છે.

બે એકર જમીનમાં બે હજાર રોપા રોપ્યા હતા

માછળીના ખેડૂત સચીનભાઈએ ગત વર્ષના એપ્રિલમાં બે એકર જમીનમાં બે હજાર રોપા રોપ્યા હતા. જેનો અંદાજે એક એકરમાં 6 લાખ જેટલો ખર્ચ થયો છે. ગો ગ્રીન સંસ્થાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ છોડ વાવવાથી લઈ પ્રોડકશન સુધી જવાબદારી લીધી છે. ડાંગમાં પ્રથમ કેન્સર ટ્રી વાવી નવી ઓર્ગેનિક ખેતીનો ચીલો પાડ્યો છે. ખેડૂત ડાયાલિસિસ ટેકનિશિયન અને જીએનએમનું ઉચ્ચ શિક્ષણ મેળવી નવું કરવાના ધ્યેય સાથે કેન્સર વનસ્પતિની ખેતી કરી આદિવાસી ખેડૂતોને નવી દિશા દેખાડનાર ખેડૂત તરીકે ઉભરી રહ્યો છે.

કેરળ રાજ્યમાં કેન્સર ટ્રીની શરૂઆત કરાઈ

કેન્સર ટ્રીની શોધ અમેરિકામાં થઈ હતી. આ છોડ અમેરિકાના જંગલોમાં જોવા મળે છે. કેન્સર ટ્રી 100 ટકા કેન્સર રોગનું નિદાન આપે છે તે માટે તેને કેન્સર કિલરના નામે ઓળખવામાં આવે છે. ભારતમાં સૌ પ્રથમવાર કેરળ રાજ્યમાં કેન્સર ટ્રીની શરૂઆત કરવામાં આવી હતી.

ડાંગ દરબારમાં લાગેલા સ્ટોલમાંથી માહિતી મેળવી

ગત વર્ષના આહવા ખાતે યોજાયેલા ડાંગ દરબારમાં વિવિધ પ્રકારના ગોગ્રીન નામની સંસ્થાએ સ્ટોલ લગાડ્યો હતો, તે સંસ્થાના સભ્ય કપિલભાઈ ચૌધરી સાથે વાતચીત કર્યા બાદ મને કેન્સરમાં વપરાતી દવાના વૃક્ષો વાવવાની પ્રેરણા મળી હતી. બાદમાં ઈન્ટરનેટ પર સર્ચ કરી છોડ અને તેના ઉપયોગની જાણકારી મેળવી સંસ્થા સાથે ટાઈઅપ કરી બે એકરમાં 2 હજાર કેન્સર ટ્રી વાવ્યા છે. - સચીનભાઈ, ખેડૂત, માછળી

X
કેન્સર ટ્રી 100 ટકા કેન્સર રોગનું નિદાન આપે છે તે માટે તેને કેન્સર કિલરના નામે ઓળખવામાં આવે છેકેન્સર ટ્રી 100 ટકા કેન્સર રોગનું નિદાન આપે છે તે માટે તેને કેન્સર કિલરના નામે ઓળખવામાં આવે છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી