તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દમણ પુલ દુર્ઘટના, 3 સાક્ષી આજે કોર્ટમાં પૂરાવા સાથે હાજર રહેશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • 2003માં પુલ તૂટતા 28 બાળકો સહિત 30 લોકોના મોત થયા હતા

વાપીઃ દમણગંગા નદી પર મોટી અને નાની દમણને જોડતો પુલ અહીંના લોકોની જીવાદોરી સમાન હતો. વર્ષ 2003માં નાની અને મોટી દમણને જોડતો દમણગંગા નદીનો બ્રિજ તૂટતાં 28 બાળકો સહિત કુલ 30 લોકોના મોત થયા હતા. આ કરૂણ દુર્ઘટનાને 16 વર્ષ વિતવા છતાં હજુ સુધી ન્યાય મળ્યો નથી. હવે કોર્ટ તરફથી વર્ષ 2007માં પોલીસમાં નિવેદન નોંધાવનારા દીપેશ ઠાકોરભાઇ ટંડેલ, પરષોત્તમ નેમાભાઇ ટંડેલ અને કેશવ લલ્લુભાઇ ટંટેલ (બટાક)ને દમણની ચીફ જયુડિશિયલ કોર્ટે પુરાવાઓ રજૂ કરવા સમન્સ પાઠવ્યા છે.  કેશવ બટાકે આ અંગે જણાવ્યું કે,17મી સપ્ટેમ્બર 2007ના નિવેદનને આધાર બનાવીને અને વધારેના પ્રમાણિત પુરાવાઓ રજૂ કરવા તત્પર છું. જેમાં પીડબલ્યુડીના કાર્યપાલક ઇજનેર ભરત ગુપ્તાની ફરજ અને બેદરકારી ઉજાગર થઇ છે. જેમાં સરકારે પોતાની પ્રોપર્ટી, રેવન્યુની સાથે દમણની જનતાએ 28 માસૂમ બાળકોની અણમોલ સંપત્તિ ગુમાવી છે.

આઇઆરસીની ગાઇડ લાઇનની સલાહને અવગણી
પીડબલ્યુડીના ઇજનેરે સત્તાનો દૂરુપયોગ કરી લોકહિતમાં ભારતના રાષ્ટ્રપતિના આગમન વખતે ટેન્ડર બહાર પાડ્યું હતું. પરંતુ આ પુલની અવધિ 1993માં પૂર્ણ થઇ ચૂકી હતી તેમ છતાં પુલ બંધ કરાયો ન હતો. પુલની અવધિ પૂર્ણ હોવા છતાં વર્ષ 2001માં પુન: જીવિત કરવાનો નિર્ણય લેવાયો હતો. મેન્ટેનન્સ, ચકાસણી અને તેનું મેન્યુઅલ તેમજ કાર્યશક્તિ પર ધ્યાન પુલના ઇતિહાસ બાબતમાં (CPWD, IRD, Western Railway, QPLની ગાઈડ લાઈન મુજબ) આપવામાં ન આવ્યું. લોડ, ટેસ્ટ અને બીજા ટેસ્ટ પીડબલ્યુડી અને આઈઆરસીની ગાઈડ લાઈનની ફરજિયાત સલાહને અવગણી હતી. બ્રિજની બાજુમાં દુકાન ધરાવતા એક એન્જિનિયર દ્વારા બ્રિજ ભારે વાઈબ્રેશન થવાની જાણ કરી પરંતુ સુધારાત્મક પગલાં લેવાયા ન હતા. આ પ્રમાણે અનેક ખામીઓ કોર્ટમાં રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો