ચાલો, પેડલ મારીએ / સાઇકલ શેરિંગ : 380 સાઇકલ સાથે 35 સ્ટેન્ડ તૈયાર, 10 કરોડ ગ્રાંટ મળશે

Cycle Sharing 35 stand ready with 380 bicycles, 10 crore grants in Surat City

  • પખવાડિયામાં વધુ 35 સ્ટેન્ડ શરૂ થશે, એપ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી

Divyabhaskar.com

Nov 16, 2019, 01:57 AM IST
સુરત : પબ્લિક બાયસીકલ શેરિંગ સિસ્ટમ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં 35 સ્ટેન્ડ તૈયાર થઇ ગયા છે. લોકોમાં જાગૃતિ આવે એ માટે પ્રથમ 30 મિનિટ ફ્રી રાખવામાં આવી છે, ત્યાર બાદ 60 મિનિટના પાંચ રૂપિયા, 120 મિનિટના 10 અને 8 કલાકના 350 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. એકાઉન્ટ બનાવ્યા બાદ 300 રૂપિયા ડિપોઝિટ પેટે એપ્લિકેશન દ્વારા જમા કરાવવાના રહેશે.
બાયસીકલ શેરિંગ પ્રોજેક્ટ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. એક વર્ષ બાદ હજી પ્રથમ ફેઝ સુધ્ધાં પૂરો કરી શકાયો નથી ત્યારે પાલિકા નવાં 35 સાઇકલ-સ્ટેન્ડ તૈયાર કર્યા છે અને તે માટે 380 બાયસીકલ પણ આવી ગઈ છે. આગામી પખવાડિયામાં આ સ્ટેન્ડ્સ પરની સાઇકલો સેન્ટ્રલ ઝોનથી લઈ અઠવા ઝોન વિસ્તારમાં એટલે કે ચોક, મક્કાઈ પુલ, અઠવાગેટ, પાર્લે પોઇન્ટ, એસવીએનઆઈટી, પીપલોદ, વાય જંક્શન એમ ચોકથી લઈ સુરત-ડુમસ રોડ પર દોડતી દેખાશે. લોકોને ઓછા ખર્ચે, વાહનોની પ્રતીક્ષા કર્યા વિના પરિવહન માટે અને પ્રદૂષણ મુક્તિના હેતુસર આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જે માટે કુલ 10 કરોડની ગ્રાંટ મનપાને મળશે.
3 દિવસમાં 4 હજાર રજિસ્ટ્રેશન થયાં
કુબેરનગર
ભાગળ
રેશમવાડ
રૂદરપુરા
સગરામપુરા
નેહરુનગર
NTM
ચોક, અઠવાગેટ, પાર્લે પોઇન્ટ સહિતના વિસ્તારોમાં દેખાશે
હાલ ટેસ્ટિંગ ચાલે છે, 15 દિવસમાં શરૂ થઈ જશે
ડેપ્યુટી કમિશનર રાજેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, મુઘલસરાય પાસે અને ચોક રંગઉપવન બે સ્ટેન્ડ જૂના છે. ત્યાં પાઇલટ પ્રોજેક્ટ હેઠળ શરૂઆત થઇહતી. હવે વધુ 35 નવાં સ્ટેન્ડ્સ બનાવવામાં આવતાં કુલ 37 થશે. ફેઝ-1 અને ફેઝ-2માં મળી કુલ 1160 સાઇકલો મૂકવાનો ટાર્ગેટ છે. રૂપિયા 50 હજારની જીપીએસ સિસ્ટમવાળી આધુનિક સાઇકલ મુકાઈ છે. હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. તેમાં, લોકોને શું તકલીફ પડી રહી છે. લોક રિલીઝમાં તકલીફ છે કે કેમ? એપ થકી પૈસા બરાબર કપાય છે કે નહીં. તે અંગે ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. પ્રોજેક્ટ 15 દિવસમાં કાર્યરત થઈ જશે.
X
Cycle Sharing 35 stand ready with 380 bicycles, 10 crore grants in Surat City

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી