તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિપ્ટો કરન્સી: સુપ્રીમના ચુકાદા બાદ સુરતી રોકાણકારો ફરી સક્રિય, ડૂબેલા નાણાં પરત મળવાની આશા જાગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • CIDએ પણ 810 કોઈન જપ્ત કર્યા છે, 15 હજારથી વધુ લોકોના દસ હજાર કરોડ ડૂબ્યા હતા

સુરતઃ બિટકોઇન ટ્રેડિંગ પર આરબીઆઇએ લગાવેલાં પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે દુર કરતાં હવે દેશ સહિત સુરતના રોકાણકારોના જીવમાં જીવ આવ્યો છે. ડાયમંડ સિટીમાં એવા અનેક રોકાણકારો છે જેમના રૂપિયા બિટકોઇનમાં ડૂબ્યાં છે. કેટલાંક પોતાના વોલેટમાં હજી કોઈન રાખીને બેઠા છે આવા રોકાણકારોને હવે આશા જાગી છે કે ડૂબેલી મૂડી પરત મેળવી શકાશે. સુરતમાં ટૂંકા ગાળામાં દસ કોઈન કૌભાંડ થયાં હતાં, જેમાં 15 હજારથી વધુ લોકોના દસ હજાર કરોડ ડૂબી ગયા હતા. અલબત્ત, જાણકારો કહે છે કે ટ્રેડિંગ કરતી વખતે હજી કાળજી રાખવાની જરૂર છે. કેમકે જો બીજા કોઈન સક્રિય થાય તો લેભાગુ ટોળકી પણ ફરી સક્રિય થઈ શકે છે. સીઆઈડી ક્રાઇમે પણ 750 જેટલાં કોઈન પોતાના કબજામાં લીધા છે. દરમિયાન આવકવેરા વિભાગે પણ દસ લાખથી વધુના 100 જેટલાં રોકાણકારોને નોટિસ પાઠવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ કોર્ટમાં જે દસથી વધુ કોઈન પર કેસ ચાલી રહ્યા છે તે પણ આગામી સમયમાં ટ્રાયલ પર આવે એવી સંભાવના છે.

આરબીઆઇ હજી સ્ટે માટે અપીલ કરી શકેઃ શહેરમાં બિટકોઇના કેસ લડી રહેલાં એડવોકેટ કેતન રેશમવાલા કહે છે કે ટ્રેડિંગ પરનો પ્રતિબંધ દુર જરૂર થયો છે. પરંતુ હજી સ્થિતિ ક્લિયર નથી કેમકે આરબીઆઇ પાસે પણ સમય છે કે તે ઓર્ડર પર સ્ટે મળે એ માટે અપીલ કરી શકે છે. ઉપરાંત બંધારણીય બેન્ચ પાસે પણ આ ચુકાદો જઇ શકે છે.

રોકાણકારો હવે ખાસ સચેત રહે
સી.એ. આલમ કહે છે કે સુપ્રીમે ટ્રેડિંગ પરનો પ્રતિબંધ ઉઠાવી લેતાં હવે ફરી રોકાણકારો સક્રિય થશે. એટલે હાલ જે કોઈનનો ભાવ છે તે વધી શકે છે. અલબત્ત, વિદેશ રોકાણ માટે જે આરબીઆઇની ગાઇડલાઇન છે તેને અનુસરવી પડશે. બિટકનેક્ટમાં ટ્રેડિંગ બાદ બીજા કોઈન પણ સક્રિય થવાની સંભાવના છે. ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. 

ભાવ વધે તો નાણાં પરત મળશે
સીઆઇડી ક્રાઇમના સૂત્રો કહે છે હાલ જે 800 જેટલાં કોઈન કબજે કરાયા છે તે વેચીને રોકાણકારોના રૂપિયા ચૂકવવાની કાનૂની પ્રક્રિયા હાથ ધરવાની બાકી છે ત્યારે સુપ્રીમના નિર્ણયથી રોકાણકારોને એક આશા બંધાઈ છે કે જો ભાવ હજી વધશે તો રોકાણકારોને ડૂબેલાં નાણાં પરત મળી શકે છે. 

અન્ય સમાચારો પણ છે...