સુરત માતા-પુત્ર હત્યા ભાગ-3 / સાસુ-દિયર સહિત ચારને આજીવન કેદની સજા ફટકારાઈ

Crime Story: Surat Limbayat Mother and Son murder case part-3

  • માતાના ધાવણ માટે રડતા માસૂમ શાબીર અને નાઝમીનને ઠંડે કલેજ ખાડીમાં ફેંકી દીધા
  • બાળ સાહેદ નાઝમીનને તપાસવા માટે નામદાર કોર્ટની મંજુરી લઇ સાક્ષી તરીકે તપાસી

Divyabhaskar.com

Sep 04, 2019, 01:05 PM IST

સુરતઃ સાસુ જમીલા અને દિયર અફજલની ધરપકડ બાદ સમીમબાનુની હત્યા માં પહેલી પત્ની રૂકશાના અને તેના ભાઈ ઈમરાનની પણ સંડોવણી બહાર આવી હતી. જોકે, સમીમબાનુની હત્યા કર્યા બાદ સુરત પહોંચેલા જમીલા અને અફજલે માતાના ધાવણ માટે રડતા માસૂમ શાબીર અને નાઝમીનને ઠંડે કલેજ ખાડીમાં ફેંકી દીધા હોવાનું બહાર આવ્યું હતું પરંતુ બંને માસુમોને ખાડીમાં ફેંકતી વખતે પહેલી પત્ની રૂકશાના અને ઈમરાન સાથે ન હોવાનુ મનાઈ રહ્યું હતું. પરંતુ પોલીસની તપાસમાં રૂકશાના અને ઈમરાન પણ બાળકોને ફેંકવાના સમયે સાથે હોવાનું બહાર આવતા પુણા પોલીસે આ બંનેને પણ ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂકશાના અને ઈમરાનની પણ ધરપકડ કરી હતી. આ ઘાતકી હત્યા અંગે 0 નંબરથી ગુનો નોંધી ઉચ્છલ પોલીસને તપાસ સોંપી હતી. તત્કાલિન પોસઇ એસ.પી. વસુમીયાએ તપાસ હાથ ધરી તમામ ચાર આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ મુકી હતી.

નાઝમીન હીચકામાં બેસવાની પણ ના કહેતી હતી

લિંબયાત શાહપોર ખાતે રહેતી સમીમબાનુની નવાપુર ખાતે ઘાતકી હત્યા કર્યા બાદ દાદી અને કાકા દ્વારા નવાકમેલા નજીક ખાડીમાં ફેંકી દેવાયેલી અને મોતને પણ હાથતાળી આપી પરત ફરેલી માસૂમ નાઝમીને પોતાની નાની જયતુનબી વજીર ખાનના ઘરે આશરો લીધો હતો. પરંતુ તેના મનમાંથી ડર નીકળતો ન હતો. દાદી દ્વારા આશરે 30 ફુટ જેટલી ઉંડી ખાડીમાં ફેંકી દેવાયેલી નાઝમીનને ઉંચાઈથી ડર લાગવા માંડ્યો હતો. પોતાના ભાઈને દાદીએ અને પોતાને કાકાએ ખાડીમાં ફેંકી હોવાનું યાદ આવતાની સાથે રડવા માંડતી નાઝમીન 3 ફુટની હીંચકાની ઉંચાઈથી પણ ડરી રહી હતી. પોતાની માતા અને ભાઈ હવે ક્યારેય પાછા નહીં ફરે તે વાતથી અજાણ માસૂમ નાઝમીનની આંખો સમીમબાનુ અને શાબીરના આવવાની રાહ જોઈ રહી હતી. અને પોતાની નાની પાસે વારે ઘડીએ મમ્મી પાસે જવાની જીદ કરી રહી હતી. માતાને યાદ કરતી નાઝમીનને નાની અને માસી હીંચકામાં સુવડાવવાની કોશીશ કરતા ત્યારે હીંચકામાં નાખતાની સાથે નાઝમીન ગભરાઈ જતી હતા અને હીચકામાં બેસવાની પણ ના કહેતી હતી.

ચારેન આજીવન કેદ ફટકારાઈ

આ હત્યાના ગુનાનો કેસ વ્યારા ખાતે સેશન્સ જર્જ પી.બી. શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલતા સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ વિરેન્દ્ર એમ. ત્રિવેદીએ ધારદાર દલીલ કરી બાળ શાહેદ નાઝમીનની જુબાનીને ગ્રાહ્ય રાખી નિઃશંકપણે હત્યાનો ગુનો સાબિત થયો હતો. 1 મે, 2018ના રોજ સેશન્સ જર્જ પી.વી. શ્રીવાસ્તવએ ચારેય આરોપી જમીલા, અફજલ, રૂકશાના તથા ઇમરાન ફકીરને આજીવન કેદની સજા તથા દરેકને 15000 દંડ અને દંડની કુલ રકમ 60000 નાઝમીનના નામે પુખ્તવયની થાય ત્યાં સુધી ફીક્સ ડિપોઝીટમાં મુકવા હુકમ કર્યો હતો.

બાળ સાક્ષી નાઝમીનની જુબાનીએ આરોપીઓને સજા અપાવી

હત્યાના આ કેસમાં જિલ્લા સરકારી વકીલ વિરેન્દ્ર એમ. ત્રિવેદીએ કુલ 27 સાહેદો તપાસેલા પરંતુ નજરે જોનારા ફકત બાળ સાહેદ નાઝમીન કે જે બનાવ વખતે ફક્ત સાડા ત્રણ વર્ષની હોય તેમજ તેણીને પણ આરોપીઓએ કોયલી ખાડીમાં મારી નાંખવાના ઇરાદે ફેંકી દીધેલ અને તે જીવીત રહી ગયેલ પરંતુ આઘાતને કારણે બનાવ અંગે તપાસ કરનાર અમલદાર રૂબરૂ કોઇ હકીકત જણાવી શકેલ નહીં. જેથી સરકારી વકીલે ફરિયાદ પ ક્ષનો પુરાવો પુરા થયા બાદ બાળ સાહેદ નાઝમીનને તપાસવા માટે નામદાર કોર્ટની મંજુરી લઇ સાક્ષી તરીકે તપાસેલ જેથી નજરે જોનાર નાઝમીનને નામદાર કોર્ટની રૂબરૂમાં આરોપીઓએ આચરેલ ગુના અંગે વિસ્તૃત જુબાની આપેલ જેને કોર્ટે માન્ય રાખતા આરોપીઓને સજા મળી હતી.

X
Crime Story: Surat Limbayat Mother and Son murder case part-3

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી