વલસાડ / પ્રેમી સાથે મળીને સગી માતાએ ચાર વર્ષની દીકરીની હત્યા કર્યાના ગુનામાં કોર્ટે બન્નેને આજીવન કેદ ફટકારી

કોર્ટે આરોપીઓને દોષિત જાહેર કરીને સજા ફટકારી હતી.(પ્રતિકાત્મક તસવીર પ્રસ્તુતિકરણ માટે)
કોર્ટે આરોપીઓને દોષિત જાહેર કરીને સજા ફટકારી હતી.(પ્રતિકાત્મક તસવીર પ્રસ્તુતિકરણ માટે)

  • ચાર દીકરીને લઈને માતા પ્રેમી સાથે જતી રહ્યા બાદ બન્ને હત્યા કરી હતી
  • મૃતક દીકરીનો મૃતદેહ વાપી નજીકના નામધા સ્મશાનમાં દફનાવી દીધેલો

Divyabhaskar.com

Oct 10, 2019, 02:21 PM IST

વલસાડઃવર્ષ 2010માં પતિનું ઘર છોડીને ચાર વર્ષની દીકરીને લઈને માતા તેના પ્રેમી સાથે નીકળી પડી હતી. આ દરમિયાન પ્રેમી પંખીડાએ આડખીલી રૂપ બનેલી ચાર વર્ષની માસૂમ દીકરીની હત્યા કરીને નામધા સ્મશાન ભૂમિમાં કોઈને જાણ કર્યા વગર દફનાવી દીધી હતી. દીકરીની હત્યાની તેના પિતાએ પોલીસને ફરિયાદ કરતાં પોલીસે બન્નેને ઝડપી લીધા હતાં. સમગ્ર કેસ કોર્ટમાં ચાલી જશાં સેશન્સ જજે આજે બન્ને આરોપીઓને આજીવન કેદની સજા સાથે દંડની સજા ફટકારી હતી.

બાળકીની માત્ર ખોપરી મળી હતી

ધનશ્યામ રમેશ મિસ્ત્રી(રહે. ચણોદ અમર નગર, પાઠકની ચાલ.તા.પારડી) બીજા નંબરની આરોપી રક્ષાબેન તે મહેશભાઈ પરભુભાઈ પટેલની પત્ની(રહે,ધોધડકુવા,પંચવટી ફળીયું કપરાડા) બન્નેએ ભેગા મળીને મરનાર દીકરીને મારી નાખી વાપી નામધા સ્મશાનમાં કોઈને જાણ કર્યા વગર દાટી દીધી હતી. 10મી ઓક્ટોબર 2010માં બનેલી આ ઘટનામાં બાળકીની માત્ર ખોપડી જ મળી આવી હતી. પોલીસે આ કેસમાં આરોપીઓને ઝડપી લીધા હતા. બાદમાં સમગ્ર કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે બન્ને પ્રેમી પંખીડાના દોષિત જાહેર કર્યાં હતાં.

કોર્ટે આજીવન કેદ અને દંડ ફટકાર્યો

વલસાડના એડિશનલ સેશન્સ જજ એમ આર શાહનાઓએ દોષિત ઠરેલા આરોપી ઘનશ્યામ રમેશ મિસ્ત્રી (પ્રેમી) અને રક્ષાબેન મહેશભાઈ પટેલને હત્યા અને હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા બદલના ગુનામાં બંને આરોપીઓને સકત આજીવન કેદની સજા તથા ત્રણ હજાર રૂપિયાના દંડની સજા તથા ભારતીયદંડ સંહિતા કલમ 201 મુજબ સજાને પાત્ર ગુનો કર્યા બદલ પાંચ વર્ષની સખત કેદની સજા તાથા એક હજાર રૂપિયા દંડની સજા ફરવામાં આવી છે.

X
કોર્ટે આરોપીઓને દોષિત જાહેર કરીને સજા ફટકારી હતી.(પ્રતિકાત્મક તસવીર પ્રસ્તુતિકરણ માટે)કોર્ટે આરોપીઓને દોષિત જાહેર કરીને સજા ફટકારી હતી.(પ્રતિકાત્મક તસવીર પ્રસ્તુતિકરણ માટે)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી