તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતઃ ઓલપાડના સાયણ ખાતે આવેલા કાપડ વળાટ ઉદ્યોગના કારખાનામાં એક કારીગર પર ત્રીજા માળેથી કાપડના મશીનનો બીમ રોલ પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જોકે, આ ઘટનામાં કારીગરનો ચમત્કારીક બચાવ થયો છે.
કારીગરનો ચમત્કારીક બચાવ થયો
ઓલપાડના સાયણ ખાતે આવેલા કાપડ વળાટ ઉદ્યોગના કારખાનામાં ગત સાત જાન્યુઆરીના રોજ ગ્રાઉન્ડ ફ્લોર પર એક કારીગર કામ કરી રહ્યો હતો. દરમિયાન ત્રીજા માળેથી એક કાપડના મશીનનો બીમ રોલ અચાનક કારગીર પર પટકાયો હતો. બીમ રોલ પટકાતા કારીગર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં કારીગરની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવી પ્રમાણે બીમ રોલ ત્રીજા માળેથી અચાનક કારગીર પર પડે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બીમ રોલનો વજન વધુ હોવાથી કોઈ પણનું મોત થઈ શકે છે. જોકે, આ કારગીરનો ચમત્કારીક બચાવ થયો છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.