તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતઃ મહાનગરપાલિકામાં સ્માર્ટ સિટીની મળેલી એડવાઇઝરી કમિટીમાં શહેરમાં ઠેકઠેકાણે રૂા. 13,500 તથા રૂા.10,850ના ભાવે લાગેલી 2976 કેડર ટાઇપ ડસ્ટબિન ખરીદીમાં ભ્રષ્ટાચારનો ખુલ્લો આરોપ ધારાસભ્યએ કર્યો હતો. જેના પગલે વિવાદ સર્જાયો હતો. દરમિયાન આ ડસ્ટબિનો પર ભાજપ ભંડોળ પેટીના પોસ્ટરો લગાવવામાં આવતા વિવાદ વધુ વકર્યો છે.
1 વર્ષમાં જ ડસ્ટબિન તકલાદી થઈ ગઈ
એક જ વર્ષમાં ડસ્ટબિન તૂટીને તકલાદી થઈ ગઈ હોય ઇજારદાર સામે કાર્યવાહી સાથે 3.80 કરોડની મોટી ખરીદી ટેન્ડરિંગ પ્રક્રિયાના બદલે ઝોનમાંથી કરાઈ હોવાનો આરોપ ધારાસભ્ય હર્ષ સંધવીએ કર્યો હતો અને ડસ્ટબિનની સમગ્ર ખરીદી પ્રક્રિયામાં તપાસની માંગ કરી હતી. સ્વચ્છતા સર્વેક્ષણના રેન્કિંગમાં સુરત પાછળ ફેંકાયું તેમાં પબ્લિકની ભૂલ નથી, પરંતુ પાલિકાના પાપના કારણે પાછળ ધકેલાયાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ છે ત્યારે તકલાદી ડસ્ટબિનો તો ઘણી જગ્યાએ માત્ર એક મહિનામાં જ તૂટી ગઈ છે. તો કેટલાકના દરવાજા તૂટી ગયા છે જ્યારે કેટલીક વાંકી વળી ગઈ છે. લાંબા સમય સુધી ડસ્ટબિન ચાલવી જોઈએ તેનું મેનટેનન્સ થવું જોઈએ. થોડા જ સમયમાં ડસ્ટબિન તૂટી ગઈ હોવાથી જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ.
અઠવા ઝોનમાં ઠેર-ઠેર ડસ્ટબિન પર પોસ્ટરો લગાવાયા
ધારાસભ્યના આક્ષેપના પગલે ડસ્ટબિન ખરીદીમાં ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને પાલિકા કમિશનર દ્વારા તપાસ ચાલતી હોવાનું પણ જણાવ્યું હતું. દરમિયાન રાત્રે સુરત મહાનગર પાલિકા દ્વારા લગાવમાં આવેલી ડસ્ટબિન પર અઠવા ઝોનમાં મજુરા વિધાનસભામાં ડસ્ટબિન પર ઠેર ઠેર પોસ્ટરો મરાયા છે. જેમાં ધારાસભ્ય હર્ષ સંઘવીના ઘર, સી.પી કચેરી, કલેક્ટર કચેરી, કોર્ટ જેવી જગ્યાઓ પર ડસ્ટબિન પર ભાજપ ભંડોળ પેટીના પોસ્ટરો લગાવવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.