તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતઃચીન સહિત સમગ્ર દેશમાં કોરોના કહેર વચ્ચે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.વાયરસથી બચવા લોકો સેનેટરાઈઝ તેમજ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે.જેને લઈ માસ્કની ડિમાન્ડ સુરતમાં ખૂબ જ જોવા મળી રહી છે.પરતું જથ્થો હાલ ખૂટી પડતા વેપારીઓ દ્વારા અલગથી હજારો- લાખોના લોટમાં માસ્કના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. સચિન વિસ્તારમાં સિલાઈ મશીનના વેપારી દ્વારા બે શિફ્ટ પ્રમાણે પ્રતિદિવાસ ત્રીસ હજાર માસ્કનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે.
માસ્કની ડિમાન્ડમાં વધારો
કોરોના વાયરસના કારણે દેશ આખામાં હાહાકાર મચ્યો છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેતી અને તકેદારી રાખવા આહવાન કરવામાં આવી રહ્યું છે.જેમાં ખાસ કરીને ખાંસી, શરદી આવે તે સમયે રૂમાલ અથવા તો સેનેટરાઈઝ તેમજ માસ્ક પહેરવા સુધીની સૂચનાઓ આપવામાં આવી રહી છે.જેને લઈ દેશભરમાં માસ્કની વધેલી ડિમાન્ડના પગલે અછત પણ તેટલી વર્તાઈ રહી છે.જો કે સુરતમાં અલગ અલગ વેપારીઓ દ્વારા ઓર્ડરથી હજારો ,લાખો નહીં પરંતુ એક કરોડની સંખ્યામાં માસ્ક બનાવવામાં આવી રહ્યા છે.
માસ્કના ઓર્ડરમાં વધારો
સચિન વિસ્તારમાં નાના ઉદ્યોગ ધરાવતા અને સિલાઈ મશીન કરતા મૂળ ઓડિશાના વેપારીને પ્રતિદિવસ ચાલીસથી પંચાસ હજાર માસ્કનો ઓર્ડર વેપારી દ્વારા આપવામાં આવ્યો છે.જેની સામે બે શિફ્ટમાં વીસથી ત્રીસ હજારનું પ્રતિદિન પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે.જેને લઈ નાના વેપારીઓને આ ઓર્ડરથી મોટો ફાયદો પણ થઈ રહ્યો છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.