પાલિકામાં ઇજનેરની પરીક્ષામાં બારકોડને બદલે ઉમેદવારોનાં નામ લખાતાં વિવાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ - Divya Bhaskar
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ
  • ગેરરીતિને અવકાશ રહેશે તેવી આશંકાથી કોર્પોરેટરની રજૂઆત
  • SMCમાં આસિ. ઈજનેરની 66 જગ્યા માટે 8429એ પરીક્ષા આપી

સુરતઃ આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ)ની 66 જગ્યા માટે ટોટલ 11,102 એ ઉમેદવારી ભરી હતી. તેની રવિવારે લેખિત પરીક્ષા લેવાઇ હતી. તેમાં, 2673 ગેરહાજર રહેતાં કુલ 8429 ઉમેદવારોએ પરીક્ષા આપી છે. બારકોડને સ્થાને ઉમેદવારોના નામ ઉત્તરવહીમાં લખાતા ગેરરીતિને અવકાશ રહેશે તેવી આશંકા વ્યક્ત કરી છે. કોર્પોરેટર ભાવેશ રબારીએ પાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીને રજૂઆતમાં કહ્યું હતું કે, પ્રશ્નપત્ર અને ઓએમઆર સીટ ઉમેદવારોને આપવું જોઈએ. આજે લેવાયેલી પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નપત્ર ઉમેદવારોને પરત અપાયા હતાં. પાલિકામાં લેવાતી આ પ્રકારની પરીક્ષાઓમાં અત્યાર સુધી પ્રશ્નપત્ર અપાતા ન હતાં જે નિયમ વિરુદ્ધ છે. પરંતુ પ્રથમ વખત પાલિકાએ ઉમેદવારોને ઓબ્જેક્ટિવ પ્રશ્નપત્ર પરત આપ્યાં છે.

હકીકત જાણી કમિશનર પણ ચોંકી ગયા
ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે, રવિવારે લેખિત પરીક્ષાઓ લેવાઈ છે તેમાં, પ્રશ્નપત્ર તો પરત અપાયા હતાં. પરંતુ બારકોડને સ્થાને પરીક્ષાર્થી (ઉમેદવારો)ના નામ લખાયા છે તેથી ઉમેદવારની ગુપ્તતા રહેતી નથી કોની ઉત્તરવહી છે તે તપાસનાર ને સહજ રીતે જ જાણ થઈ જશે તેથી ગેરરીતિને અવકાશ રહી શકે છે. આ ગંભીર મામલે પાલિકા કમિશ્નર બંછાનિધિ પાની ને પણ જાણ કરતાં તેઓ પણ ચોંકી ગયા હતાં. તેમને પણ એમ જ હતું કે, બારકોડનો જ ઉપયોગ કરાયો હશે પરંતુ ઉમેદવારોના નામો લખાયા હતાં.

ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવાઈ હતી
ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવાઈ હતી. જેથી ઉત્તરવહીની ચકાસણી સ્કેન કરીને કરવામાં આવે છે. જેથી ગેરરીતિનો સવાલ ઉપસ્થિત થતો નથી. - કમલેશ નાયક, આસિસ્ટન્ટ કમિશ્નર,મનપા, સુરત

અન્ય સમાચારો પણ છે...