સુરત / લિંબાયતમાં વેસ્ટને કમ્પોઝ કરી ખાતર બનાવવા માટેના પ્લાન્ટમાં કૌભાંડ ચાલતું હોવાની પાલિકા કમિશનરને ફરિયાદ

40 લાખના ખર્ચે બનાવાયેલો પ્લાન્ટ છેલ્લા 6 મહિનાથી સદંતર બંધ

  • કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા પાલિકા કમિશનરને ફરિયાદ કરી છે
  • ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ 6 મહિનાથી બંધ હોવા છતા બીલ પાસ થયા

Divyabhaskar.com

Jan 22, 2020, 09:44 PM IST

સુરતઃ લિંબાયતમાં વેસ્ટને કમ્પોઝ કરી ખાતર બનાવવા માટેના પ્લાન્ટમાં કૌભાંડ આચરવામાં આવતું હોવાની ફરિયાદ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા પાલિકા કમિશનરને કરવામાં આવી છે. ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ છેલ્લા 6 માસથી બંધ હોવા છતા ઈજારદારને મહિનાનું 1 લાખનું બિલ પાસ કરી કૌભાંડ આચવામાં આવી રહ્યું છે.

40 લાખના ખર્ચે બનાવાયેલો પ્લાન્ટ સદંતર બંધ

કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શાકભાજી વેસ્ટને કમ્પોઝ કરી ખાતર બનાવવા માટે લિંબાયત ઝોનમાં મીઠીખાડી પાસેના આંજણા ટ્રાન્સફર સ્ટેશન ખાતે આશરે રૂ.40 લાખનો 1 ટીપીડી ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. આ ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ છેલ્લા 6 મહિનાથી સદંતર બંધ હાલતમાં છે. એક પણ દિવસ કાર્યરત થયો નથી અને પ્લાન્ટ પર માટીના થર (ધૂળ) જામી ગયેલ છે.વધુમાં આવા પ્લાન્ટ જ્યાં જ્યાં મુકવામાં આવેલ છે ત્યાં પણ મોટે ભાગે આવીજ પરિસ્થિતિ છે.

બંધ પ્લાન્ટના રૂપિયા પ્રજાની તિજોરીમાંથી આપવામાં આવી રહ્યા છે

વધુમાં જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ બંધ હોવા છતાં આ પ્લાન્ટના ઓપરેટર ઈજારદારને રોજના આશરે રૂ. 3000થી વધુના રોજ પ્રમાણે મહિને 1 લાખ કરતા વધુના બિલ પાસ કરવામાં આવ્યા છે. બંધ પ્લાન્ટના પણ રૂપિયા સુરત મહાનગરપાલિકાની એટલે પ્રજાની તિજોરીમાંથી આપવામાં આવી રહ્યા છે. આવી ગંભીર બાબતે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને ફરિયાદ કરી છે અને તટસ્થ તપાસ કરવા માટે તેમજ કસુરવારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી