સુરત / દેશમાં પ્રથમ વખત કોલેજમાં રડવાના પિરિયડ શરૂ, ડોક્ટરો વીકમાં 1 વખત વિદ્યાર્થીઓને રડાવશે

ગર્લ્સ કોલેજમાં રડવાના ક્લાસ શરૂ કરવામાં આ‌વ્યા
ગર્લ્સ કોલેજમાં રડવાના ક્લાસ શરૂ કરવામાં આ‌વ્યા

  • વિદ્યાર્થીઓ રડીને મન હળવું કરી શકે તે માટે સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજમાં ક્લાસ શરૂ કરાયા

Divyabhaskar.com

Oct 10, 2019, 09:40 AM IST

સુરત: આ ઘટના ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પ્રથમ વખત થઈ રહી છે. ઘટના એવી છે કે હવે કોલેજમાં જ વિદ્યાર્થીઓ માટે રડવાના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ રડીને મન હળવું કરી શકે અને ડિપ્રેશનનો શિકાર ન બને તે માટે સુરતની હેલ્ધી ક્રાઈંગ ક્લબ દ્વારા કડોદરાની સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી ગર્લ્સ કોલેજમાં રડવાના ક્લાસ શરૂ કરવામાં આ‌વ્યા છે. જેમાં શહેરના ડોક્ટરો ઉપસ્થિત રહેશે વિદ્યાર્થીઓને રડવું આવે તેવી વાતો કરશે. ડોક્ટરો દ્વારા દર અઠવાડિયાએ એક વખત આ રડવા માટેનો ક્લાસ લેવામાં આવશે. શહેરની કોઈ પણ સ્કૂલ અથવા તો કોલેજ રડવાના ક્લાસ શરૂ કરી શકે છે. ક્લાસ શરૂ કરવામાં માટે ક્રાઈંગ ક્લનો સંપર્ક કરવો.

વિદ્યાર્થીઓ પણ કિસ્સા શેર કરશે

કડોદરાની સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજમાં રડવા માટેના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દર અઠવાડિયએ એક ક્લાસ લેવામાં આવશે. કોલેજના તમામ વિદ્યાર્થીઓ એક સાથે જ બેસશે. વિદ્યાર્થીઓ પણ દુ:ખદ કિસ્સા શેર કરી શકશે.

આ કારણથી શરૂ કરવામાં આવ્યા ક્લાસ

હાલમાં લોકો ડિપ્રેશનમાં જીવી રહ્યાં છે. પરંતુ કોઈને કહી શકતા નથી. કોઈને કહી ન શકતાં હોવાથી તે વાત મનમાં ઘૂંટાયા કરે છે. જેની મગજ પર ખરાબ અસર પડે છે. જે વ્યક્તિ પોતાના મનમાં રહેલી વાત બીજા વ્યક્તિઓને કહી શકતા નથી તે માનસિક રોગનો શિકાર બને છે. માનસિક રોગનો શિકાર બનવું હોય તો મુક્ત પણે રડવું જોઈએ. હાલમાં મોટા ભાગના લોકો ફ્રિ સમયમાં મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. જેને કારણે આંખ ઉપર અસર પડે છે. મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં લોકો અઠવાડિયામાં એક વખત રડશે તો એમના આંખો હળવી થશે. એટલા માટે ક્રાંઈગ ક્લબ દ્વારા આ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે.

અઠવાડિયામાં એક વખત તો માણસે રડવું જ જોઈએ

ક્રાઈંગ ક્લબના સ્થાપક કમલેશ મસાલાવાલાએ જણાવ્યું હતું કે, ભારતમાં પહેલી વખત અમારી સંસ્થા દ્વારા કોલેજમાં રડવાના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. પહેલા ક્લાસમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને મુક્ત મને રડ્યા હતાં. રડવાથી શારીરિક અને માનસિક હળવાશ અનુભવાય છે.જેથી માનસિક રોગોનું પ્રમાણ ઓછું થશે. સ્ત્રી કરતાં પણ પુરુષો માનસિક રોગોનો શિકાર વધુ બને છે. જો પુરુષો પણ અઠવાડિયામાં એક વખત રડશે તો અમેનું મન ખુલશે અને એમને થતાં રોગ અટકશે. અઠવાડિયામાં એક વખત તો માણસે રડવું જ જોઈએ.

આ ડોક્ટરો વિદ્યાર્થીઓને રડાવશે

ડો.નિર્મલ ચોરારિયા, ડો.મુકુલ ચોક્સી, ડો.તૃપ્તી પટેલ અને કમલેશ મસાલાવાલા વિદ્યાર્થીઓના પિરિયડ લેશે.

રડવાથી આ ફાયદા થાય

રડવાથી શારીરિક અને માનસિક હળવાશ અનુભવાય છે.
રડવાથી મન હળવું થઇ જાય છે
રડવાથી આંખોને ઠંડક મળી રહે છે
માનસિક તણાવથી મુક્તી મળે છે
મગજને ફ્રેશનેશ ફિલ થાય છે

X
ગર્લ્સ કોલેજમાં રડવાના ક્લાસ શરૂ કરવામાં આ‌વ્યાગર્લ્સ કોલેજમાં રડવાના ક્લાસ શરૂ કરવામાં આ‌વ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી