તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

STMના લીઝ પેટે 127 કરોડ વસૂલવાનો ઠરાવ છતાં એક પૈસાે આવ્યો નથી : વિપક્ષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા કમિશનર તરીકે હોદ્દો સંભાળ્યા બાદ બંછાનિધિની પહેલી સામાન્ય સભા
  • સ્માર્ટ સિટી કે ખાડા સિટી, રખડતાં ઢોર-કૂતરાનો ત્રાસ સહિતના મુદ્દે વિપક્ષની તડાફડી

સુરત: પાલિકામાં ગુરુવારે મળેલી સમાન્ય સભા કમિશનર બંછાનિધિ પાનીની પ્રથમ જ સભા હતી. વિપક્ષે વિવિધ મુદ્દે શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.  સ્માર્ટ સિટી કે ખાડા સિટી, ટીએસસીને ટેન્ડરોની રકમ ઓછી કરવી-સુધારો કરવાના અધિકારો કોણે આપ્યાં, રખડતાં ઢોર-કૂતરાનો ત્રાસ, ટ્રાફિક, રાજકમલના 7 કરોડનું ડેવીએશન,એસટીએમના લીઝ પેટે 127કરોડ વસુલવાનો ઠરાવ છતાં પૈસા નહીં આવવા અને લિંબાયતમાં સ્મશાન ભૂમિના મુદ્દા ઉછળ્યાં હતાં. પૂર્વ ડેપ્યુટી મેયર શંકર ચેવલીએ કહ્યું હતું કે જકાત જતાં પાલિકાની સદ્ધરતા હવે ગ્રાન્ટ પર રહી ગઇ છે. પાલિકાના પ્રોજેક્ટેનું પ્રોફેશનલ મેનેજમેન્ટ જ નથી. ઇન્ડોર સ્ટેડિયમનો સ્પોર્ટ્સ માટે ઉપયોગ થતો નથી. પર્સોનેલ ઓફીસર હીરનેશ ભાવસારને યુનિ. ખાતે ઈન્ચાર્જ રજીસ્ટ્રાર તરીકે પ્રતિનિયુક્તિના ઠરાવ પર કોઈ જ ચર્ચાઓ કે વિરોધ વગર મેયરે મુલત્તવી કરી દીધી હતી.  

મારી જેમ બસમાં કોણ આવ્યું
સામાન્ય સભાની શરૂઆતમાં મેયર ડો.જગદીશ પટેલે તેમની જેમ બસમાં કોણ આવ્યું તે જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સમખાવા પુરતાં પણ એક પણ કોર્પોરેટરનો હાથ ઉંચો થયો ન હતો. માત્ર પિયુશ શિવશક્તિવાળા સાયકલ લઈને આવ્યાં હતાં. 

ઇજારદારો પર પસ્તાળ પાડી
પાલિકા ડામર આપે છે છતાં રસ્તાઓની દુર્દશા  છે. આવા ઈજારદારોને બ્લેકલિસ્ટ થતાં નથી કેમકે શાસકોના આશિર્વાદ છે. કમિશનર સાહેબ સત્તાધીશોની વાતોમાં આવતાં  નહીં.-પ્રફુલ તોગડીયા, વિપક્ષ નેતા

રસ્તાઓ રિપેર થયા નથી
સ્માર્ટ સિટી છે કે ખાડા સિટી, રસ્તાઓ  રિપેર થયાં નથી. ટીએસસીને બારોબાર ટેન્ડરોમાં સુધારો   કરવાના અધિકારો કોણે આપ્યાં. રાજકમલે 7 કરોડનું ડેવીએશન માંગ્યુ છે. આ ફાઈલોનો અભ્યાસ કરાવો.રખડતાં ઢોર-કુતરાંઓનો ભારે ત્રાસ છે.- ભુપેન્દ્ર સોલંકી, કોંગી કોર્પોરેટર

સ્મશાન ભૂમિનો નિવેડો લાવો
લિંબાયત-ઉધના વિસ્તારમાં સ્મશાન ભૂમિનું કામ કોન્ટ્રાક્ટરથી વેળાસર કરી શકાયું નથી. 3.37 કરોડની ગ્રાંટ પણ રિલીઝ કરવા પાલિકા તૈયાર છે.વહેલીતકે સ્મશાન બનાવવામાં આવે.-સોમનાથ મરાઠે , ચેરમેન જાહેર બાંધકામ સમિતિ

અન્ય સમાચારો પણ છે...