તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉતરાયણમાં પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થતાં મૂંગા પક્ષીઓ માટે સિવિલમાં રેસ્ક્યુ સેન્ટર શરૂ કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સિવિલના નર્સિંગ સ્ટાફ દ્વારા શરૂ કરાયેલા સેન્ટરમાં માનવ સાથે મૂંગ પક્ષીઓની સેવા
 • સેન્ટરની શરૂઆત થતાં થતાં જ ઈજાગ્રસ્ત ઘુવડને સારવાર આપવામાં આવી હતી

સુરતઃ સિવિલ હોસ્પિટલ નર્સિંગ એસોસિએશન સહયોગી સંસ્થાઓ દ્વારા ઉતરાયણના તહેવારમાં ઈજાગ્રસ્ત થતાં પશુ પક્ષી લોકો માટે સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. સેન્ટર શરૂ થતાં જ ઈજાગ્રસ્ત ઘુવડને લાવવામાં આવ્યું હતું. સેન્ટરની શરૂઆત કરતાં નર્સિંગ એસોશિએશનના સેક્રેટરી કિરણ દોમડીયાએ જણાવ્યું હતું કે, લોકો અને મૂંગા પક્ષીઓને વહેલી અને જરૂરી સારવાર ઝડપથી મળી રહે તે માટે આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

કબુતરનું ઉધનામાં રેસક્યુ
ઉધના વિસ્તારમાં રાત્રિના સમયે કબુતરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હાઈટેન્શનના થાંભલા પર કબુતર બેસી રહ્યું હતું. જેથી સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને કબુતરને સલામત રીતે નીચે ઉતારીને રેસક્યુ કર્યું હતું. મૂંગા પક્ષીઓ માટેના ખુલ્લા આકાશમાં ઉતરાયણના દિવસો દરમિયાન કાતિલ પતંગના દોરાથી ઈજા પામવાના બનાવોને પગલે શહેરની અનેક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિ માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જેથી મૂંગા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો