તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જહાંગીરપુરામાં શોર્ટ સર્કિટથી બેટરીમાં સ્પાર્ક થતાં સિટી બસમાં આગ લાગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાઈટેન્શન લાઈન નીચે આગ લાગ જીઈબીનો પાવર બંધ કરાયો

સુરતઃજહાંગીરપુરા વિસ્તારમાં આવેલા બ્રીજ નીચે શુક્રવારે રાત્રે સવા નવ વાગ્યા આસપાસ સિટી બસમાં આગ લાગી ગઈ હતી. બેટરીમાં સ્પાર્ક થતાં ચાર સ્પાર્ક થતાં બસ સળગી ગઈ હતી. આગના પગલે દોડધામ મચી ગઈ હતી. હાઈટેન્શન લાઈન નીચે આગ લાગી હોવાથી જીઈબીના અધિકારીઓ દોડતાં થયા હતા અને પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. 

ચાલુ બસમાં આગ લાગી 
બસ સ્ટેશન નજીકથી નીકળેલી 107 નંબરની બ્લ્યુ કલરની સિટી બસ જહાંગીરપુરા વિસ્તારમાં જઈ રહી હતી.જહાંગીરપુરા-સરોલી બ્રીજ નીચે સિટી બસ બેટરીના સ્પાર્ક બાદ ભડ ભડ સળગી ઉઠતા ડ્રાઇવર-ક્લીનર ભાગી ગયાં હતાં. રાહદારીએ મોરા ભાગળ ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડીને વિવેકાનંદ કોલેજ બહાર સળગતી બસ પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.

બેટરીમાં સ્પાર્ક થયા હતાં
શુક્રવારે રાત્રે 9:14 ની ઘટના બાદ સિટી બસના કોન્ટ્રાક્ટરોની લાપરવાહી બહાર આવી છે.બસમાં દિવસ દરમિયાન વાયરીંગ અને બેટરીમાં થયેલા 3 સ્પાર્કને નજર અંદાજ કરાતાં ચોથા સ્પારકે આખી બસ સળગીને ભડથું થઈ ગઈ હતી.ફાયર ઑફિસ સૂર્યવંશીએ હાઇટેન્શન લાઇન નીચે સળગતી બસની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક GEB નો સંપર્ક કરી વીજ સપ્લાય બંધ કરાવ્યા બાદ આગ પર પાણીનો મારો કર્યો હતો.ઘટનાની જાણ બાદ GEBના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.ડ્રાઇવર-ક્લીનરની નાનકડી ભૂલ કોન્ટ્રાક્ટરને લાખોમાં પડી હોવાનું કહેતા સુત્રોએ જણાવ્યું હતું કે,અનેક બસોમા વાયરીગ ખરાબ હોવા છતાં હજુ ધ્યાન અપાતું નથી. 

અન્ય સમાચારો પણ છે...