તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતઃઉતરાયણના પર્વમાં દાનનું વિશેષ મહત્વ હોવાથી સુરતીઓએ દાનની સરવાણી વહાવી હતી. સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબોની સેવા કરવાની સાથે ગરીબ બાળકોને નાસ્તો કરાવવાથી લઈને ગાયોની સેવા માટે વરાછામાં ઠેર ઠેર ગૌ શાળા માટે ફાળો ઉઘરાવવા માટે મંડપો બાંધવામાં આવ્યાં છે. જેમાં સવારથી જ દાન લખાવવા માટે લોકો ઉમટી રહ્યાં છે.
સિવિલમાં ભોજન કરાવાયું
સિવિલ હોસ્પિટલમાં સહયોગ સંસ્થાના યુવા કાર્યકરો દ્વારા ગરીબ દર્દીઓ અને તેમના સંબંધીઓને ઈડલી સંભારનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. સંસ્થાના કાર્યકરો દ્વારા સવારથી જ ફ્રૂટની સાથે સાથે 450 જેટલા દર્દીઓને નાસ્તો કરાવ્યો હતો. 25 સભ્યોના ગ્રુપ દ્વારા ગરીબોને નાસ્તો કરાવીને ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી.
ગાયોને ઘૂઘરી અને ખોળનું દાન
નર્મદા ગૌ શાળા સેવક સમિતી દ્વારા ઉતરાયણના તહેવારને લઈને પાંજરાપોળમાં ગાયો માટે 400 કિલો ઘૂઘરી અને ખોળનું દાન કરવામાં આવ્યું હતું. અધિકારીઓની ઉપસ્થિતિમાં આ દાન કરવામાં આવ્યું હતું. સાથે જ વર્ષ દરમિયાન ગાયોની સેવા કરી શકાય તે માટે વરાછા વિસ્તારમાં અન્ય ગૌશાળાની જેમ ફાળો લખવા માટે મંડપ બાંધીને દાન સ્વિકારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વરાછા વિસ્તારમાં સૌરાષ્ટ્રથી લઈને સુરત સહિતની ગૌશાળા દ્વારા દાન સ્વિકારવા માટે મંડપો બાંધવામાં આવ્યાં છે.
સ્વામિનારાયણ સંપ્રદાયની ઝોળી ફરી
સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દરવર્ષે ઉતરાયણ પર્વને લઈને ઝોળી ફેરવી દાન સ્વિકારવામાં આવતું હોય છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના બીએપીએસ સંસ્થા સહિત મોટા વરાછા મંદિર, રૂસ્તમબાગ મંદિર સહિતના મંદિરના હરિભક્તો દ્વારા ઘરે ઘરે જઈને ઘઉં રોકડ સહિતનું દાન સ્વિકારવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.