મોત / મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે સ્પાઇસ જેટની સુરત-મુંબઇની ફ્લાઇટમાં 4 મહિનાની બાળકીનું મોત

સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બાળકી સુરતથી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.
સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બાળકી સુરતથી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

  • મુંબઇ છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ સવારના 8:50 કલાકે લેન્ડ થઈ હતી
  • ફ્લાઈટ લેન્ડ થયા પછી સાથી મુસાફરના ધ્યાનમાં બાળકી બેભાન થઈ હોવાનું આવ્યું

Divyabhaskar.com

Nov 16, 2019, 02:39 PM IST

સુરતઃમુંબઇ છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્પાઇસ જેટ એરલાઇન્સની સુરત-મુંબઇની ફ્લાઇટ લેન્ડ થઈ રહી હતી. તે સમયે ફ્લાઇટમાં ચાર મહિનાની રીયા નવીન જિંદાલ નામની બાળકીનું મોત થયું હતું. સ્પાઇસ જેટના અધિકારીએ કહ્યું હતું કે, સવારના 7:50 કલાકે સુરત એરપોર્ટથી મુંબઇની ફ્લાઇટ ટેકઓફ થઈ હતી. જેમાં એક ચાર મહિનાની બાળકી અને તેની માતા તેમજ તેના દાદા અને દાદી બેઠા હતા. આ ફ્લાઇટ મુંબઇ છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ સવારના 8:50 કલાકે લેન્ડ થઈ રહી હતી. આ દરમિયાન બાળકી એકાએક બેભાન થઈ ગઈ હતી. જેને કારણે તેની માતાએ તુરંત જ ક્રૂ મેમ્બરને જાણ કરી હતી. જેથી ક્રૂ મેમ્બરે એટીસીને જાણ કરીને એમ્બ્યુલન્સને એરપોર્ટ પર બોલાવી હતી. જ્યાંથી બાળકીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. તે જ સમયે તેનું મોત થઈ ગયું હતું.

બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ હતી

સ્પાઇસ જેટની સુરત-મુંબઇ ફ્લાઇટમાં ચાર મહિનાની બાળકીનું મોત નીપજ્યું હતું. પોસ્ટમાર્ટમમાં મૃત્યુનું કારણ જાણી શકાયું નથી અને શરીરની પેશીઓના નમૂનાઓ સર જે.જે.હોસ્પિટલમાં મોકલાયા છે.એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર ફ્લાઇટ મુંબઇમાં ઉતર્યા બાદ રિયા અને તેની માતાને એરપોર્ટના મેડિકલ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા.“શિશુએ કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (સીપીઆર)નો જવાબ આપ્યો ન હતો, ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી.”

ક્રુને સૂચના અપાઈ નહોતી

એરલાઇન્સના સૂત્રોએ જણાવ્યું કે, “માતાએ ડોકટરોને જણાવ્યું કે તેણે સવારે 5.30 વાગ્યે પુત્રીને ખવડાવ્યું હતું, ત્યારબાદ બાળકી સૂઈ ગઇ. પરિવારે જોયું કે બાળકી ફ્લાઈટમાં કોઈ હિલચાલ કરતી નથી બાળકી સૂઈ રહી છે એવું માનીને પરિવારે ક્રુને તેની સૂચના પણ ના આપી.બાળકને નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં પ્રવેશ પહેલાં તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી.”વિમાન મુંબઇમાં ઉતર્યા બાદ ટેક્સીવેમાં પરિવારે જાણ્યું કે બાળકી હજી પણ પ્રતિભાવ નથી આપી રહી. ત્યારે ક્રૂને, કટોકટી તબીબી સહાયની વિનંતી કરવામાં આવી હતી.

ઉતરતી વખતે બાળકી બેભાન હતી

સ્પાઈસ જેટના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે: “ઉતર્યા પછી, એક મુસાફરે ક્રૂને જાણ કરી કે તેની પુત્રી બેભાન છે. એટીસીને તબીબી સહાય માટે વિનંતી કરવામાં આવી હતી. શિશુને તેની માતા અને દાદા-દાદી સાથે તાત્કાલિક ફ્લાઈટમાંથી ઉતારવામાં આવી હતી અને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ”સૂત્રોએ જણાવ્યું કે શિશુને પોસ્ટમાર્ટમ માટે ડો.આર.એન.કૂપર મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી.

X
સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બાળકી સુરતથી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બાળકી સુરતથી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી