હદ થઈ ગઈ ! BRTSના બગડેલા સ્વિંગ ગેટ માટે ટ્રાન્સપોર્ટ ચેરમેનને ધરણાં કરવા પડ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરણાં પહેલાં હેમાલી બોઘાવાલાએ  BRTS રૂટનું નિરીક્ષણ કર્યું - Divya Bhaskar
ધરણાં પહેલાં હેમાલી બોઘાવાલાએ BRTS રૂટનું નિરીક્ષણ કર્યું
  • મહાનગર પાલિકામાં ભાજપના જ રાજમાં ભાજપી ચેરમેનનું ઉપજતું નથી
  • હેમાલી બોઘાવાલાને મેયરે સમજાવ્યા, 24 કલાકમાં રિપેરિંગની એજન્સીની બાંયધરી

સુરતઃ બીઆરટીએસ રૂટોમાં તુટેલા સ્વિંગગેટોના મામલે ટ્રાન્સ્પોર્ટેશન કમિટિ ચેરમેન પોતાની જ ચેમ્બરમાં ધરણા પર બેસવાની નોંબત આવી હતી. પાંડેસરામાં સરપ્રાઈઝ વિઝિટમાં સ્વિંગગેટો તુટેલા જણાતા વાહન ચાલકો રૂટમાં ઘુસી જતાં ચાલકોને સમજાવ્યાં હતાં. BRTSના સ્વિંગ ગેટો ઘણાં સમયથી તૂટી ગયાંની બુમ ઉઠવા છતાં રિપેરિંગ કરાતા ન હતા સામાન્ય સભામાં પણ આ મામલે વિપક્ષી સભ્યો પ્રશ્નો ઉઠાવતાં આવ્યા છે, પરંતુ ઈજારદાર ટેક્નોક્રેટ્સ પ્રા.લી. કાને ધરતું ન હતું કે કોઈ પગલાં સુદ્ધાં લેવાતા નથી. ભાજપનાં જ ટ્રાંસપોર્ટ ચેરમેનની છ મહિનાથી તુટેલા સ્વિંગગેટોેની ફરિયાદો પર કોઈ સુધારો નહીં થતાં તે પોતાની ચેમ્બરમાં ધરણા પર બેસી ગયા હતાં. જ્યાં સુધી સ્વિંગગેટ રિપેર નહીં કરાઇ ત્યાં સુધી ચેમ્બરમાં જ 24 કલાક બેસી રહેવાની જાહેરાત કરી હતી. જેમાં મેયર અને સ્ટેન્ડિગ ચેરમેન ગોપલાણીને થતાં તેઓએ હેમાલીબેન સાથે ચર્ચ કરી હતી. ઈજારદારે 24 કલાકમાં તુટેલા 84 ગેટો રિપેર કરવાની બાંયધરી આપતાં બોઘાવાલાએ 1  દિવસ પુરતાં ધરણાં સ્થગિત કર્યાં હતાં. 

તૂટેલા સ્વિંગ ગેટથી અકસ્માતો વધી રહ્યા છે
બીઆરટીએસ રૂટોમાં કુલ 276 સ્વીંગ ગેટો પૈકી 84 ડેમેજ  છે અને 36 રિપેર કર્યા છે. હોબાળા બાદ આજે ગુરુવારે વધુ 9 રિપેરિંગ કરાતા કુલ 45 રિપેર થયા છે પરંતુ હજી 34 ડેમેજ છે. સ્વીંગ ગેટો તૂટેલા હોય રૂટોમાં ખાનગી વાહનોની અવરજવર થતી હોય અકસ્માતો વધે છે તેથી ચેરમેન હેમાલી બોઘાવાલાએ પાંડેસરા વિસ્તારમાં  સરપ્રાઈઝ વિઝિટ કરી હતી ત્યાં બીઆરટીએસ રૂટ પર જતાં ખાનગી વાહન ચાલકોને સમજાવ્યાં હતાં. 

પાંડેસરામાં રાઉન્ડ લેતાં બેદરકારી સામે આવી
ટ્રાન્સપોર્ટેશન સમિતીના ચેરમેન હેમાલી બોઘાવાલા આજે પાંડેસરા વિસ્તારમાં રાઉન્ડ પર હતાં. આ વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં 270જેટલા સ્વિંગ ગેટ આવેલા છે. જેમાંથી મોટા ભાગના બંધ હાલતમાં હતાં. જેથી તેમણે સ્વિંગ ગેટનો કોન્ટ્રાક્ટ જેની પાસે છે તેવી કંપનીઓના અધિકારીઓ પાસેથી જવાબ મેળવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. સાથે જ પાલિકાના અધિકારીઓની પણ બેદરકારી હોવાથી તેણે 24 કલાક માટે પોતાની જ ઓફિસમાં ધરણાં પર બેસવાનો નિર્ણય કર્યો હતો.

મેયર-ચેરમેન સફાળી મિટીંગ બોલાવી
હેમાલી બોઘાવાલાની 24 કલાકની ધરણાની વાત વાયુ વેગે મેયર અને ચેરમેન સુધી પહોંચી ગઈ હતી. જેથી મેયર ડો.જગદીશ પટેલે તેમને મિટીંગમ માટે બોલાવ્યાં હતાં. બંધ બારણે ચેરમેન, મેયર અને હેમાલી બોઘાવાલા વચ્ચે મિટીંગ ચાલી હતી.