જૈન દેરાસરમાં વહુ સાથે દર્શન માટે નીકળેલી સાસુના ગળામાંથી ચેઈન સ્નેચીંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 46 હજારની સોનાની ચેઇન તોડી ફરાર

સુરતઃવેસુ કેનાલ રોડ પર સ્વસ્તિક રેસીડન્સીમાં રહેતી ત્રિશલા મહાવીર ભંસાલી 7મી તારીખે સવારે સાસુ સાથે મોપેડ પર વેસુ સોમેશ્વરા ખાતે જૈન દેરાસરમાં દર્શન કરવા માટે નીકળ્યા હતા. રસ્તામાં કેનાલ રોડ પર મની આર્કેડની ગલીમાં બાઇક પર આવેલા બે બદમાશોએ મહિલાની સાસુના ગળામાંથી સોનાની ચેઇન 46 હજારની કિંમતની તોડીને બાઇક રફુચક્કર થઈ ગયા હતા. આ ઘટના અંગે વહુએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.
 

અન્ય સમાચારો પણ છે...